બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / No change in TCS rates up to Rs 7 lakh per annum: Finance Ministry

મોટી રાહત / કેન્દ્રનું એલાન, 1 ઓક્ટોબરથી લાગુ પડશે TCSના નવા રેટ્સ, 3 મહિના વધી મુદત, જાણો આ કયો ટેક્સ

Hiralal

Last Updated: 10:20 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સુધારિત TCS રેટ્સ લાગુ પાડવાની મુદત 3 મહિના લંબાવી દીધી છે હવે 1 ઓક્ટોબર 2023થી આ ટેક્સ અમલી બનશે.

  • TCS રેટ્સને કેન્દ્રની મોટી રાહત
  • 3 મહિના સુધી મોકૂફ રાખ્યો TCS રેટ્સ અમલ
  • હવે 1 ઓક્ટોબરથી સુધારિત TCS રેટ્સ લાગુ પડશે 

કેન્દ્ર સરકારે ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS)ના અમલીકરણની મુદત 3 લંબાવી દીધી છે હવે સુધારિત ટીસીએસ રેટ્સ 1 ઓક્ટોબર 2023થી લાગુ પડશે. બુધવારે કેન્દ્રીય નાણા મંત્રાલયે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે વ્યક્તિ દીઠ વાર્ષિક 7 લાખ રુપિયા સુધીની રકમ માટે વિદેશી ટ્રાવેલ ટૂર પેકેજ માટે એલઆરએસ હેઠળ તમામ હેતુઓ માટે ટેક્સ કલેક્શન એટ સોર્સના રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો. સરકારે સુધારિત ટીસીએસના અમલીકરણ માટે વધુ 3 મહિનાનો સમય પણ આપ્યો છે જે હવે 1 ઓક્ટોબર 2023થી લાગુ પડશે. ₹7 લાખથી વધુ વિેદેશી ક્રેડિટ કાર્ડ ખર્ચ પર 20 ટકા  TCS લાગશે જોકે આવા ખર્ચ તબીબી અથવા શૈક્ષણિક હેતુ માટે કરવામાં આવે છે, તો  5 ટકા TCS વસૂલવામાં આવશે. વિદેશી શિક્ષણ માટે લોન લેનારાઓ માટે, 7 લાખની ઉપરની રકમ માટે 0.5 ટકા જેટલો ઓછો ટીસીએસ લાગુ પડશે. 


શું છે TCS
TCS એ સ્ત્રોત પર એકત્રિત કર છે. એટલે સ્ત્રોત પર વસૂલવામાં આવેલ કર. આ ટેક્સ ચોક્કસ પ્રકારના સામાનના વ્યવહાર પર લાદવામાં આવે છે. જેમ કે દારૂ, પાન, લાકડું, ભંગાર, ખનીજ વગેરે. માલની કિંમત લેતી વખતે તેમાં ટેક્સના પૈસા પણ ઉમેરીને સરકારમાં જમા કરવામાં આવે છે. ખરીદનાર પાસેથી TCS એકત્રિત કરવાની અને તેને સરકારમાં જમા કરાવવાની જવાબદારી માલ વેચનાર વ્યક્તિની રહે છે. મતલબ કે તે વેચનારની જવાબદારી છે. કિંમત મેળવવાના સ્ત્રોતમાંથી ટેક્સ વસૂલવાને કારણે તેને ટેક્સ કલેક્ટેડ એટ ધ સોર્સ એટલે કે TCS કહેવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 206C (1) મુજબ, વ્યવસાય હેતુઓ માટે અમુક વસ્તુઓના વેચાણ પર જ TCS કાપવાનો નિયમ છે જોકે સોદો અંગત વપરાશ માટે હોય ત્યારે એવું લાગતું નથી.

એક ઉદાહરણ દ્વારા સમજીએ TCS 
ચાલો એક ઉદાહરણ દ્વારા TCS ને સમજવાનો પ્રયાસ કરીએ. ધારો કે કોઈ વ્યક્તિએ કંપનીને એક લાખ રૂપિયાનો સ્ક્રેપ વેચ્યો. સ્ક્રેપ પર 1% TCS નો નિયમ છે. એક લાખ રૂપિયાના એક ટકા એટલે 1000 રૂપિયા. આ રીતે કંપની પાસેથી કુલ એક લાખ એક હજાર રૂપિયા લેવામાં આવશે. આ રીતે એકત્ર કરાયેલા રૂ. 1000ની TCS આવકવેરા વિભાગમાં જમા કરાવવાની રહેશે. તેનો દર અલગ-અલગ વસ્તુઓ પર અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, પાન પર તે મહત્તમ પાંચ ટકા છે. દારૂ અથવા આલ્કોહોલ પર તે 2.5 ટકા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ