બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કડીમાં હું બેઠો છું ત્યાં સુધી કંઈ ખોટું નહીં', બચુ ખાબડ પર નીતિન પટેલે કરી દીધી મોટી વાત

નિવેદન / 'કડીમાં હું બેઠો છું ત્યાં સુધી કંઈ ખોટું નહીં', બચુ ખાબડ પર નીતિન પટેલે કરી દીધી મોટી વાત

Vishal Khamar

Last Updated: 12:18 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાઃ કડીના ભાવપુરા ખાતે ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પૂર્વ મંત્રી બચુ ખાબડ પડ નિવેદન આપ્યું હતું.

કડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કડી નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 9ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમમાં નીતિન પટેલે પોતાના સંબોધનમા જણાવ્યું હતું કે કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં. તેમજ તેઓએ પોતાના ધારાસભ્યકાળમાં કડીમાં કરેલા વિકાસકામો ગણાવ્યાં હતા. તેમજ પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર તેમની પર નિશાન તાક્યું હતું. કડી ખાતે એક કાર્યક્રમ દરમિયાન વાત કરતાં નિતિન પટેલે કહ્યું કે,હું કડીમાં બેઠો છું ત્યાં સુધી અહીં ખોટું નહીં થાય. તેમણે આગળ કહ્યું કે, તાલુકા પંચાયતમાં શું થાય છે એની હું કોઈ ખાતરી આપતો નથી, કારણ કે હું ત્યાં બેઠો નથી.

પરિવારે ખોટું કર્યુ એટલે મંત્રીપદ ન મળ્યાઃ નીતિન પટેલ

નિતિન પટેલે ગુજરાતની રાજનીતિમાં ચાલી રહેલા ફેરફારો અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, હમણાં ગુજરાતમાં બે-ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા. તેઓ મંત્રીમંડળમાં નથી રહ્યા, પણ એણે ખોટું કર્યું કે નહીં એ મને ખબર નથી. પરંતુ એમના પરિવાર કે ટેકેદારોમાંથી બે-પાંચ જણાએ ખોટું કર્યું હશે, એટલે એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નહીં. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. નિતિન પટેલે તેમના શબ્દોમાં સંકેત આપ્યો કે તેઓ હજુ રાજકીય પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે અને તેમના વિસ્તારમાં ખોટી પ્રવૃત્તિઓ થવા નહીં દેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ ગીર ગઢડાના ગામમાં અચાનક આવી ચઢ્યો સિંહ, સામે આવતાં વૃદ્ધાએ જુઓ શું કર્યું

વિકાસના કામો ગણાવ્યા

નીતિન પટેલે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 1990માં હું પ્રથમ વખત ધારાસભ્ય બન્યો અને 1995 પછી ગુજરાતમાં ભાજપની સરકાર બની. અને થોળ રોડ અને કરણનગર રોડ પરના અંડર બ્રિજ આપણે સરકારના ખર્ચે બનાવ્યા. તેમજ તે સમયે વિધાનસભાના સભ્યને ઓછી ગ્રાન્ટ મળતી છતાં ધીરે-ધીરે કડીનો વિકાસ કર્યો. તેમજ ચંપાબા ટાઉનહોલ પણ બનાવ્યો, જે અરુણ જેટલીની 70 લાખની ગ્રાન્ટ અને નગરપાલિકાના ખર્ચમાંથી 2011-12માં બન્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

former Deputy Chief Minister Nitin Patel Mehsana BJP Mehsana news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ