બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર ગઢડાના ગામમાં અચાનક આવી ચઢ્યો સિંહ, સામે આવતાં વૃદ્ધાએ જુઓ શું કર્યું
Last Updated: 11:04 AM, 12 November 2025
ઉના અને ગીર ગઢડા તાલુકામાં ફરી એકવાર જંગલના રાજા સિંહના આંટાફેરાથી ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે પાતાપુર ગામમાં એક સિંહણ પ્રવેશી હતી. ગામમાં પ્રવેશ કર્યા બાદ સિંહણે ગામની ગલીઓમાં કલાકો સુધી લટાર મારી, જેના કારણે લોકોમાં ભય અને ઉત્સુકતા બંને જોવા મળી.
ADVERTISEMENT
માહિતી મુજબ સિંહણ સવારે ૫ વાગ્યાની આસપાસ ગામના છેડે દેખાઈ હતી. બાદમાં તે મંદિરે જતાં માર્ગે ફરવા લાગી. આ દરમ્યાન એક વૃદ્ધ મહિલા, જે મંદિરે દર્શન કરવા જતી હતી, તેમનો સિંહણ સાથે સામનો થયો. ગામલોકોના જણાવ્યા મુજબ વૃદ્ધા નિર્ભયપણે સિંહણની સામેમાંથી પસાર થઈ ગઈ, જ્યારે સિંહણે કોઈ હાનિકારક હરકત કરી નહોતી.
ADVERTISEMENT

ગામ લોકોએ આ દૃશ્યના વિડિઓઝ મોબાઈલમાં કેદ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વનવિભાગને ઘટનાની જાણ થતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યુ કે સિંહણ હાલ સલામત રીતે જંગલના વિસ્તારમાં પાછી ફરી ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં પરોઢિયે મોટા નેતાના ઘેર દરોડા પડતાં સનસનાટી મચી, 3 સ્થળોએ સર્ચ ઓપરેશન
વનવિભાગે ગામલોકોને અપીલ કરી છે કે આવા પ્રસંગોમાં સિંહ કે સિંહણની નજીક ન જવું, વિડિઓ કે ફોટા લેવા પ્રયત્ન ન કરવો અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવી. આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે ગીર અને આસપાસના વિસ્તારોમાં માનવ વસાહત અને વન્યજીવન વચ્ચેની નજીક વધતી જઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.