બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રાજ્યમાં ક્યાંક વરસાદ થયો પરંતુ ક્યાંક વરસાદ ખેંચાયો છે, વરસાદ ખેંચતા ખેડૂતો પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે, અનેક જગ્યાએ વરસાદ ખેંચતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે. જગતનો તાત હવે સરકાર પાસે પાણી છોડવા આજીજી કરી રહ્યો છે. સામે સરકાર પણ ખેડૂતોની વ્યથા સમજી પાણી છોડવા અંગે મોટો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
સરકારે કરી ખેડૂતો માટે મોટી જાહેરાત
ખેડૂતોનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે, ત્યારે કોરોના કાળ બાદ ખેડૂતોની માઠી દશા જોતાં સરકાર તરફથી નીતિનભાઈ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પાણીની તંગીનો સામનો કરી રહેલા મધ્ય ગુજરાતના ખેડૂતો માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી છે.નર્મદા, કડાણા ડેમમાંથી ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં ખેડા આણદ અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે. નર્મદા ડેમ માંથી પાણીનો જથ્થો મર્યાદિત હોવા છતાં પણ તેમાંથી 3 હજાર ક્યુસેક લિટર પાણી ખેડૂતોને અપાશે 1 લાખ 60 હેકટરમાં આવેલા પાકોને સરકારની આ જાહેરાતથી ફાયદો થશે. ખેડૂતોની માંગણીને સંતોષવા માટે સિંચાઇનું પાણી અપાશે...કટોકટીનો સમય હોવા છતાં ખેડૂતોને પાણી આપવાનું નક્કી કર્યું છે..ખેડા, આણંદ અને અમદાવાદના ખેડૂતોને પાણી અપાશે..અન્ય જિલ્લામા પણ જ્યાં ખેડૂતોને પાણીની ખેંચ વર્તાઇ રહી છે. ત્યાં પણ આવનાર દિવસોમા સરકાર પાણી છોડવા વિચાર કરી શકે છે.
ADVERTISEMENT
રાજકોટમાં આજી ડેમ ખાલી થવાને આરે
તો આ તરફ વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યાનો ભય છે. જો હજુ પણ વરસાદ ન પડે તો રાજકોટમા પીવા પાણીની આવનાર સમયમાં ભયંકર તંગી સજાઈ શકે છે.આજીમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે. આજી-1માં 350 મિલિયન ક્યૂબિક ફિટ, ન્યારી-1 માં 615 MCFT પાણી છે. હાલમાં ભાદર-1 માં એક હજાર 576 મિલિયન ક્યૂબિક ફિટ પાણીનો જથ્થો છે. રાજકોટને વર્તમાન સમયમાં રોજ 326 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. આજી માટે નર્મદા નીરની માંગણી માટે મનપાએ કવાયત હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.