Nipah Outbreak: કેરળમાં નિપાહ વાયરસના કેસ સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે ચિંતાનું કારણ બની ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી છ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.
કેરળમાં નિપાહ વાયરસનો કહેર
ચિંતાનું કારણ બન્યો વાયરસ
રાજ્યમાં 6 લોકોમાં સંક્રમણની પુષ્ટિ
કેરળમાં નિપાહ વાયરસના કેસ સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે ચિંતાનું કારણ બની ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી છ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમના સંપર્કમાં આવેલા એક હજારથી વધારે લોકો પર ગંભીરતાથી નજર રાખવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળનો કોઝિકોડ જિલ્લો સૌથી વધારે પ્રભાવિત છે.
30 અન્ય શહેરોમાં પણ સંક્રમણનું જોખમ
તેના ઉપરાંત લગભગ 30 અન્ય શહેરોમાં પણ સંક્રમણના જોખમને લઈને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે છેલ્લા બે દિવસમાં કોઈ નવા મામલાની પુષ્ટિ નથી થઈ. રવિવારે 43 અન્ય લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર કોઝિકોડ જિલ્લામાં નિપાહનો પ્રકોપ હાલ નિયંત્રણમાં છે. છેલ્લા થોડા દિવસોથી કોઈ પોઝિટિવ કેસ સામે નથી આવ્યો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વાયરસની કોઈ સેકેન્ડરી વેવ નથી. આ સકારાત્મક સંકેત છે. શનિવારે 11 સેમ્પલના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાંથી બધા નેગેટિવ છે.
અત્યાર સુધી 6 સંક્રમિત બેના મોત
સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું, કેરળમાં નિપાહના છ સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. તેમાંથી બેના મોત થઈ ગયા છે. બાકી ચાર લોકોની સારવાર ચાલી રહી છે. સ્થિતિના આકલનના આધાર પર કહી શકાય છે કે રાજ્યમાં વધુ એક સંક્રમણની લહેરની આશંકા નથી.
કેરળમાં વારંવાર કેમ થઈ રહ્યો નિપાહ વાયરસ?
સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે રાજ્યમાં એક વખત ફરીથી વધી રહેલા સંક્રમણના કારણો પર જો નજર કરીએ તો તેને બે પ્રકારથી સમજી શકાય છે. 2018ના પ્રકોપમાં જાણવા મળ્યું હતું કે કોઝિકોડ ક્ષેત્રમાં ચામાચીડિયા નિપાહ વાયરસનો સ્ત્રોત હતા.
પછી વાયરસના તેજ સ્ટ્રેનને બધા કેસથી અલગ કરી દેવામાં આવ્યો. આ સંક્રમણ ઘણા અન્ય જાનવરોના માધ્યમથી પણ ફેલાઈ શકે છે અને આ વખતે રાજ્યમાં જોવા મળી રહેલો સ્ટ્રેન, બાંગ્લાદેશી છે જેના કારણે ગંભીર રોગ અને મૃત્યુનો ખતરો વધારે થઈ શકે છે.
નિપાહ વાયરસના લક્ષણો
નિપાહ વાયરસના ખાસ લક્ષણ તાવ, માથામાં દુખાવો, મસલ્સમાં દુખાવો અને ઉલ્ટી છે. લક્ષણોની ગંભીરતા દરેક રોગીમાં વિવિધ હોય છે. તેના વધારે ગંભીર લક્ષણ છે
સુસ્તી કે ભ્રમ
રિકવરી
કોમા
માથામાં સોજો (એન્સેફાલીટીસ)
નિપાહ વાયરસને કઈ રીતે રોકી શકાય?
નિયમિત હાથ સાબુ અને પાણીથી ધુઓ
બીમાર ભૂંડ અને ચામાચીડિયાથી દૂર રહો.
જ્યાં ચામાચીડિયા હોય તેવા સ્થાનથી દૂર રહો.
એવી વસ્તુઓ ખાવાથી બચો જેને ચામાચીડિયા દ્વારા દૂષિત કરવામાં આવ્યું હોય. જેમ કે કાચી ખજૂરનો રસ, કાચા ફળ, અથવા તો જમી પર પડેલા ફળ.
કોઈ પણ એવી વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચો જેના લોહી કે શરીરના તરળ પદાર્થના સંપર્કથી Niv વાયરસ થવાનો જાણકારી હોય.