બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 'મેં કોઇ ભાજપ નેતા સાથે બેઠક નથી કરી', અંતે છેલ્લા 22 દિવસથી ગુમ નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ હાજર

લોકસભા ચૂંટણી 2024 / 'મેં કોઇ ભાજપ નેતા સાથે બેઠક નથી કરી', અંતે છેલ્લા 22 દિવસથી ગુમ નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ હાજર

Last Updated: 10:11 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nilesh Kubhani Statement: નિલેશ કુંભાણીએ કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા

કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. ઉમેદવારી રદ થવાની બબાલ વચ્ચે નિલેશ કુંભાણી છેલ્લા કેટલાક સમયથી ગુમ હતા. સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનુ ઉમેદવારી ફોર્મ રદ થયું હતું, ટેકેદારોની સહી મુદ્દે નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થતા તેમના પર અનેક આક્ષેપો પણ થયા હતા. ત્યારે તેઓ 22 દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે

'કોંગ્રેસે મારી સાથે 2017માં ગદ્દારી કરી હતી'

નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. વધુમાં કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી ચુકી છે. 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી.

'કોંગ્રેસ નહીં સ્વીકારે તો કંઇક રસ્તો કરીશું'

કુંભાણીએ કોંગ્રેસ નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, સંગઠનને મારી સાથે કામ કરવું ન હતું, કાર્યકરોને કામ કરવું હોય તો પણ નેતાઓને વાંધો હતો. પીટીસન દાખલ કવાની વાત કરી તો કેટલાક લોકોએ મારા ઘરે વિરોધ કર્યો. ટેકેદારો બધા કોંગ્રેસના જ કાર્યકરો હતાં. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે જો, એ કહશે તો અમે કોંગ્રેસમાં રહેવા માટે તૈયાર છીએ અને કોંગ્રેસ નહીં સ્વીકારે તો કંઇક રસ્તો કરીશું, મારા કાર્યકર્તા, ટેકેદારો જે કહેશે તે પ્રમાણે આગળ રાજકારણમાં રહેવું કે, કયાં રહેવું તે નક્કી કરશું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ