બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NHAIનો ડિજિટલ લોકલ પાસ! ટોલ પ્લાઝા પાસે રહેતા લોકોને 1 મહિનો અનલિમિટેડ ટોલ ફ્રી

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / NHAIનો ડિજિટલ લોકલ પાસ! ટોલ પ્લાઝા પાસે રહેતા લોકોને 1 મહિનો અનલિમિટેડ ટોલ ફ્રી

Last Updated: 01:17 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

NHAIએ 350 રૂપિયાનો માસિક ડિજિટલ લોકલ પાસ શરૂ કર્યો છે, જે 20 કિમીની રેન્જમાં રહેતા નોન-કમર્શિયલ વાહનધારકોને અનલિમિટેડ ટોલ-ફ્રી પેસેજ આપશે.

1/5

photoStories-logo

1. ડિજિટલ લોકલ પાસ

નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ હવે ડિજિટલ લોકલ પાસ સર્વિસનો વ્યાપ વધારી દીધો છે. આ સુવિધા હવે દેશભરના 121 ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ થઈ છે. ટોલ પ્લાઝાની આસપાસ રહેતા સ્થાનિક લોકો આ માસિક પાસ બનાવીને વારંવાર ટોલ ભરવાની ઝંઝટમાંથી ફ્રી થઈ શકે છે. આ પાસ અનલિમિટેડ ક્રોસિંગની સુવિધા આપે છે અને માત્ર એક મહિના માટે વેલીડ રહે છે. ચાલો તેની વિગતો વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ પાસ માટે કોણ કરી શકે છે અરજી ?

ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો આ ડિજિટલ ટોલ પાસ માટે અપ્લાય કરી શકે છે. આ માત્ર નોન-કમર્શિયલ વાહનો માટે જ વેલીડ છે. જેમાં વેરિફિકેશનની સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થાય છે. જેમાં ડિજિલોકર દ્વારા સરનામાનું કંફર્મેશન, વાહન ડેટાબેઝમાંથી વાહનની માહિતી અને લિંક્ડ ફાસ્ટેગની વિગતો તપાસવામાં આવે છે. અગાઉ કમ્યુટર્સને ટોલ પ્લાઝા પર જઈને ફિઝિકલ ડોક્યુંમેન્ટ જમા કરાવવા પડતા હતા પણ હવે આ બધું ‘રાજમાર્ગ યાત્રા’ એપ દ્વારા ઘરે બેઠાં કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ફી કેટલી?

આ લોકલ પાસ માટે નેશનલ હાઈવે યુઝર ફી નિયમ મુજબ 350 રૂપિયાની ફી ભરવાની રહે છે. આ ફી નોન-કમર્શિયલ વાહનો માટે નક્કી કરવામાં આવી છે. જેમાં ટોલ ગેટ પર ક્લિયરન્સ માટે આ પાસ હોવું જરૂરી છે જેથી પાત્ર વ્યક્તિઓ સરળતાથી પસાર થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મલ્ટી-લેન ફ્રી ફ્લો

ડિજિટલ લોકલ પાસ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) અને બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ તરફનું એક મહત્વનું પગલું મનાય છે. આ સિસ્ટમમાં લોકોને ટોલ પ્લાઝા પર અટકવાની જરૂર નથી પડતી. MLFFની શરૂઆત પ્રથમ વાર જુલાઈ 2026માં દિલ્હીના મુંડકા-બક્કરવાલા ટોલ પ્લાઝા પર કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ સુવિધા ક્યાં ચાલુ?

હાલમાં આ સુવિધા ચોર્યાસી, મુંડકા, દૌલતપુરા, ઘરૌંદા, મનોહરપુર અને શાહજહાંપુર જેવી 6 જગ્યાઓ પર છે. આ વિસ્તારોની આસપાસ રહેતા ઘણા લોકોને ટોલ ન ભરવાને કારણે ઈ-નોટિસ મળતી હતી કેમ કે ત્યાં કોઈ હાજર ન હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે જ આ ડિજિટલ લોકલ પાસ લાવવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NHAI toll-free passage digital local pass
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ