ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની મુસીબતમાં વધારો થઈ શકે છે. વડોદરા રેલ્વે સ્ટેશન પર તેમના ચાહકના થયેલા મોત મામલે સામજીક કાર્યકરે રેલ્વે એસ.પીને એક અરજી કરી છે. અને ચાહકના મૃત્યું મામલે શાહરૂખને જવાબદાર ગણાવ્યો છે.
શાહરૂખ ખાન સામે FIR નોંધવાનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે ફિલ્મ રઇસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી નિકળેલા બોલીવૂડના બાદશાહ એવા શાહરૂખ ખાન વડોદરા વાયા ટ્રેન મારફતે આવ્યા હતા. જ્યાં તેમની એક ઝલક જોવા તેમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જે દરમિયાન એક ચાહકનુ મોત થતા સામાજીક કાર્યકર્તાએ રેલ્વે એસ.પીને અરજી કરી FIR નોંધવાની માગ કરી છે.