મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણીએ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતા સૌરાષ્ટ્રની જનતાને મહત્વની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રવાસીઓને સ્વાતંત્ર્ય પર્વ પર કેટલીય મહત્વની ભેટ આપી છે. જેમાં ખાસ કરીને રાજકોટથી મોરબી સુધીનો 4 લેન રોડ બનાવવાની જાહેરાત કરી છે. વર્ષ 2017 સુધીમાં કુલ રૂપિયા 275 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે. જેને કારણે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા વધુ સુદઢ બનશે.
સીએમ રૂપાણીએ મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાની પણ જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે આ અર્બન ઓથોરિટીમાં અમુક ગામડાનો સમાવેશ કરીને વિકાસના કાર્યને આગળ વધારાશે તેવામાં આવશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરબીના સિરામીક ઉદ્યોગકારોને રાહત મળે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા પુરો પાડવામાં આવતા ગેસના ભાવમાં પણ ઘટાડાની જાહેરાત કરી. આ ગેસના ભાવમાં હવેથી યુનિટ દિઠ દોઢ રૂપિયો અને 2 રૂપિયા 7 પૈસાનો ઘટાડો કરાયો છે.