વિવાદાસ્પદ મોડલ અર્શી ખાન ફરી એક વાર ચર્ચામાં આવી છે. આ વખતે અર્શી ખાને દિલ્હીમાં પાકિસ્તાન એમ્બેસી સામે નગ્ન થઈને ધરણાં કરવાની ધમકી આપીને વિવાદ જગાવ્યો છે.
આ વાંચીને તમને થતું હશે કે અર્શી ખાને પાકિસ્તાનની અવળચંડાઈઓ સામે વિરોધ વ્યક્ત કરવા માટે નગ્ન થવાની છે પણ અર્શીની જાહેરાત સાથે આ વાતને કંઈ લેવાદેવા નથી. અર્શી ખાન ક્રિકેટર શાહિદ આફ્રિદીના મુદ્દે નગ્ન થવાની છે.
પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને હમણાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે સંઘર્ષ ચાલે છે. બોર્ડ તેના પર નિવૃત્તિ લેવા દબાણ કરી રહ્યું છે પણ આફ્રિદી એ માટે તૈયાર નથી. અર્શી ખાને આફ્રિદીના સમર્થનમાં નગ્ન થવાની જાહેરાત કરી છે. તેણે ધમકી આપી છે કે પીસીબી આફ્રિદી સાથે સમાધાન કરીને તેને ટીમમાં નહીં લે તો પોતે નગ્ન થઈ ધરણાં કરશે.
અર્શી ખાનના દોવા છે કે આફ્રિદી હજુ યુવાન તથા ફિટ છે અને બીજાં ઘણાં વર્ષ રમી શકે તેમ છે પણ પીસીબીના અધિકારીઓ તેની સાથે અન્યાય કરીને તેને નિવૃત્તિ લેવા દબાણ કરી રહ્યા છે. આફ્રિદી ફિટ છે એવું કઈ રીતે કહી શકાય એવા સવાલના જવાબમાં અર્શીએ કહ્યું કે આફ્રિદીની તાકાત અને સ્ટેમિના વિશે મારા કરતાં બહેતર બીજું કોણ તમને કહી શકે ?
અર્શી ખાન પોતાને આફ્રિદીની ગર્લફ્રેન્ડ ગણાવે છે અને આફ્રિદી સાથે સેક્સ સંબંધ હોવાનો દાવો કરે છે. આફ્રિદી સાથેના સંબધથી પોતે પ્રેગનન્ટ થઈ હોવાનો દાવો પણ તેણે કર્યો હતો.