ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-19999

NULL / જાપાનમાં જબરદસ્ત 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો 9ના મોત 1000થી વધુ ઘાયલ

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જાપાનના દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં આવેલા ભૂકંપના ઝબરદસ્ત ઝટકાથી લગભગ 9 લોકોનાં મોત થયા છે. જ્યારે 1000 જેટલા લોકો ઘાયલ થયા છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગના આધારે ભૂકંપની તિવ્રતા 6.4 હતી. ભૂકંપનું કેદ્ર કુમામાતો શહેરથી 11 કિલોમીટર પૂર્વમાં હતું. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે કે જેમાંથી કેટલાક લોકોની હાલત ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે. 

રાહતની વાત એ છે કે ભૂકંપથી પરમાણુ રિએકટરને કોઈ અસર નથી પહોંચી. ભૂકંપના કારણે એક ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના પણ બની હતી. સાવધાનીના ભાગરૂપે કેટલીક ટ્રેનને પણ રોકી દેવામાં આવી હતી. જાપાનની સરકારના મુખ્ય પ્રવકતાએ જાણકારી આપી છે કે ભૂકંપના કારણે અનેક ઈમારતો તૂટી પડી છે.

 જો કે સુનામીનો કોઈ ખતરો નથી. જાપાનના વડાપ્રધાન શિંજો એબેએ જાણકારી આપી છે કે સ્થિતી પર નિયંત્રણ મેળવવા દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાપાનમાં આ પહેલા પણ વર્ષ 2011માં ભૂકંપે તબાહી મચાવી હતી કે જેમાં 20 હજાર લોકોનાં મોત થયા હતા અને પરમાણુ રિએકટરને પણ નુકશાન પહોંચ્યું હતું.  

દક્ષિણ જાપાનમાં ગુરૂવારે સાંજે ભૂકંપના કારણે મોટી જાનહાનિ થઇ હતી. ભૂકંપના તીવ્ર ઝટકાઓને કારણે કેટલાક મકાનો ધ્વસ્ત થઇ ગયા હતા. અને 9 લોકોના મોત થયા છે. તો 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.  ભૂંકપ સ્થાનિક સમય અનુસાર રાતે 9. 26 કલાકે આવ્યો હતો. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 6.4 બતાવવામાં આવી રહી છે. ધ્વસ્ત થયેલા મકાનોના કાટમાળ હેઠળ કેટલાક લોકો દબાયાની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. ભૂકંપનું એપી સેન્ટર મધ્ય યુશુના કુમામોતમાં જમીનથી 10 કિલોમીટર હતુ.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ