બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / New twist in Sushant's death case: Now this IPS officer of Gujarat cadre will also investigate
સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે. નાર્કો કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર અને ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે નાર્કો કંટ્રોલ બ્યુરો સુશાંત કેસની પણ તપાસ કરશે. અસ્થાનાએ કહ્યું, 'અમારી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓપરેશન ટીમ અને બાકીની ટીમ આ મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરશે. તપાસનો અવકાશ ખૂબ મોટો હશે અને તે વિશે દિલ્હી-મુંબઇના કયા મોટા અને અનુભવી અધિકારીઓ આ તપાસમાં રોકાશે.
ADVERTISEMENT
નાર્કો કંટ્રોલ બ્યુરો હવે સુશાંતના મોત કેસની તપાસ કરશે
જણાવી દઈએ કે બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં CBI અને ED પહેલેથી તપાસ કરી રહ્યા છે. જ્યારે સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતની હત્યા અથવા આત્મહત્યાના રહસ્યને ઉકેલવામાં રોકાયેલી છે, ત્યારે ઇડી સુશાંતના ખાતાના નાણાકીય લેવડદેવડની સતત તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત વિશે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
હવે આ કેસમાં નાર્કો કંટ્રોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે ડ્રગ ડીલરો સાથે હત્યાના સંબંધો છે. વળી, સ્વામીએ સુશાંતના ઑટોપ્સી રિપોર્ટ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
સુબ્રમણ્યમ સ્વામી ઉઠાવી ચૂક્યાં છે સવાલો
ADVERTISEMENT
સુબ્રમણ્યમ સ્વામીએ બે દિવસ પહેલા મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'સુનંદા પુષ્કરના મામલામાં સૌથી મહત્વની બાબત શું હતી, તેમના પેટમાં એઈમ્સના ડૉક્ટરને પોસ્ટ મોર્ટમ દરમ્યાન શું મળ્યું હતું? પરંતુ શ્રીદેવી અને સુશાંતના કિસ્સામાં આવું કશું બન્યું નથી. સુશાંતના કેસમાં દુબઈનો ડ્રગ ડીલર અયાશ ખાન તેના મોતના દિવસે મળ્યો હતો, પરંતુ કેમ?
સ્વામીએ ખુલાસો કર્યો હતો
ADVERTISEMENT
સ્વામીએ પોતાની બીજી ટ્વીટમાં લખ્યું કે, 'હવે હત્યારાઓની પહોંચ અને તેમની શૈતાની માનસિકતા ધીમે ધીમે સામે આવી રહી છે. ઑટોપ્સીને ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો જેથી સુશાંતસિંહ રાજપૂતના પેટમાં ઝેર ઓગળી જાય. જે લોકો આ મામલે જવાબદાર છે તેમને સજા આપવાનો સમય આવી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.