ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / new survey says that due to obesity couples are less interested in sex

સર્વે / મેદસ્વિતાના કારણે સેક્સમાં રસ નથી દાખવતા કપલ્સ, વધી રહ્યું છે અંતર

Published By: Krupa

Last Updated: 12:28 PM, 30 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે એવું વિચારી રહ્યા છો કે મેદસ્વિતા માત્ર વજન વધારે છે તો એવું નથી. વજનની સાથે સાથે બિમારીઓ અને કપલ્સની વચ્ચે અંતરનું કારણ પણ બને છે. મેદસ્વિતાના કારણે વ્યક્તિની સેક્સ ડ્રાઇવમાં ખામી આવવા લાગે છે જેનાથી એમના સંબંધ પર અસર પડે છે.

ADVERTISEMENT

  • મેદસ્વિતાના કારણે માત્ર વજન નથી વધતું સાથે સાથે ડાયબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અને દિલથી જોડાયેલી ઘણી બિમારીઓ થાય છે
  • મેદસ્વિતા તમારી સેક્સ લાઇફ પર પણ નકારાત્મક અસર કરે છે. 

તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સાબિત થઇ ચુકી છે કે મેદસ્વિતા ઘણી બિમારીઓનું મૂળ છે. મેદસ્વિતાના કારણે માત્ર વજન નથી વધતું સાથે સાથે ડાયબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અને દિલથી જોડાયેલી ઘણી બિમારીઓનું જોખમ પણ ઘણું વધે છે. પરંતુ કદાચ એ વાત તમે જાણતા નહીં હોવ કે મેદસ્વિતા તમારી સેક્સ લાઇફ પર પણ નકારાત્મક અસર કરે છે. 1 હજાર લોકો પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મેદસ્વિતાના કારણે એમનો સેક્સમાં રસ ઓછો થયો. 

સર્જરી બાદ ઓછી થઇ જાય છે સેક્સ ડ્રાઇવ
એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે, 'મેદસ્વિતાની સર્જરી માટે જે લોકો આવે છે, એ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હાર્ટથી જોડાયેલી બિમારીઓની વાત કરે છે. ક્યારેય પણ કોઇએ ફરીથી સેક્સમાં પસ વધારવા માટે સર્જરીથી મેદસ્વિતા ઓછી કરવાની વાત કહી નથી. ફૉલોઅપમાં એવા દર્દી આવે છે, ત્યારે તેઓ આ વાતનો સ્વીકાર કરે છે કે મેદસ્વિતાના કારણે એમની સેક્સ ડ્રાઇવ ઓછી થઇ ગઇ હતી.'

18-45 વર્ષની વચ્ચેના 1 હજાર લોકો પર થયો સર્વે
લગભગ 1000 લોકો પર આ સંદર્ભેમાં એક સર્વે કરવામાં આવ્યો. એમાં 18 થી 45 વર્ષની વચ્ચે લોકો સામેલ થયા હતા. આ સર્વેમાં સામેલ 32.8 ટકા પુરુશ અને 23.4 મહિલાઓએ સ્વિકાર કર્યો કે મેદસ્વિતાના કારણે એમની સેક્શુઅલ ડ્રાઇવમાં ખામી આવી છે. ચોંકાવનારી વાત એ છે કે 56 ટકા પુરુષો અને 44.4 ટકા મહિલાઓએ એનું કારણ મેદસ્વિતા માન્યું છે.. 

સર્વેમાં મળ્યા ચોંકાવનારા જવાબ

  • 20 ટકા પુરુષોએ માન્યું કે સેક્સ પ્રત્યે એમનો રસ ઓછો થવાનું કારણ એમના પાર્ટનર છે, જ્યારે 2.1 ટકા મહિલાઓએ એનું કારણ પાર્ટનરને માન્યો. 
  • 8.6 ટકા પુરુષ અને 10.6 ટકા મહિલાઓએ સ્વીકાર કર્યો કે રૂટિન જીંદગીમાં એ એટલા થાકી જાય છે કે એમની અંદર સેક્સની ખામી આવી રહી છે. 
  • પુરુષોએ એનું કારણ સ્ટ્રેસ જણાવ્યું. 50 ટકા પુરુષોનું કહેવું હતું કે પ્રોફેશનલ અને પર્સનલ કામના પ્રેશરના કારણે એમનામાં સેક્સની ખામી આવી હતી. 
  • સર્વેમાં સાંમેલ 19.2 ટકા મહિલાઓએ માન્યું કે બાળકો અને પરિવારના કારણે આ ખામી આવી છે, પરંતુ આ તથ્ય પ્રત્યે પુરુષોના વિચાર મહિલાઓથી અલગ જોવા મળ્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

Couple Obesity Realtionship lifestyle મેદસ્વિતા સેક્સ Survey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ