ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Relation Sippingએ બદલી પ્રેમની વ્યાખ્યા, યુવાનો આ નવા કોન્સેપ્ટને કરી રહ્યા છે પસંદ

રિલેશનશિપ / Relation Sippingએ બદલી પ્રેમની વ્યાખ્યા, યુવાનો આ નવા કોન્સેપ્ટને કરી રહ્યા છે પસંદ

Published By: Bijal Vyas

Last Updated: 03:03 PM, 19 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યુ છે રિલેશનશિપ સિપિંગએ એક નવો રિલેશનશિપ કોન્સેપ્ટ છે, જેમાં લોકો સંબંધોનો અનુભવ ધીમે ધીમે અને સીમિત રીતે કરે છે. તેમાં કોઈ સંપૂર્ણ કમિટમેન્ટ હોતી નથી, કે સંબંધને કોઈ મોટુ લેબલ આપવામાં આવતું નથી.

ADVERTISEMENT

પહેલાના સમયમાં જ્યાં લોકો સંબંધોને સમય આપવો સારુ લાગતુ હતું, ત્યાં જ અત્યારે લોકો સંબંધોથી ભાગી રહ્યા છે. પહેલા લોકો શરતોનું નામ આપવુ, કમિટમેન્ટ અને ભવિષ્યની પ્લાનિંગ કરવુ જરુરી માનતા હતા. પરંતુ અત્યારની યુવા પેઢી આ બધાથી દૂરી બનાવતી જોવા મળે છે. આ બદલાતા વિચારની વચ્ચે Relation Sipping નામનુ એક નવુ રિલેશનશિપ ટ્રેન્ડ કરી રહ્યુ છે. ખાસ કરીને Gen Z ખૂબ પસંદ કરી રહ્યા છે આ ટ્રેન્ડ તેમના માટે છે જે સંબંધ તો ઇચ્છે છે પરંતુ કોઇ દબાણ કે જવાબદારીમાં બંધાવા માંગતા નથી.

રિલેશન સિપિંગ શું છે?

આજના સમયમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યુ છે રિલેશનશિપ સિપિંગએ એક નવો રિલેશનશિપ કોન્સેપ્ટ છે, જેમાં લોકો સંબંધોનો અનુભવ ધીમે ધીમે અને સીમિત રીતે કરે છે. તેમાં કોઈ સંપૂર્ણ કમિટમેન્ટ હોતી નથી, કે સંબંધને કોઈ મોટુ લેબલ આપવામાં આવતું નથી. આનો અર્થ એ છે કે સંબંધમાં કોઈ જવાબદારીઓ હોતી નથી. Gen Z આ ટ્રેન્ડને પસંદ કરે છે કારણ કે તે સંબંધના બોજ વિના આઝાદી સાથે ઇમોશનલ કનેક્શન બનાવે છે. આ ટ્રેન્ડ ટ્રેડિશનલ રિલેશનશિપથી બિલકુલ અલગ છે.

આઝાદી રાખે છે મહત્વ

આ ટ્રેન્ડ ગરમ ચા કે કોફી ધીમે ધીમે પીવા જેવુ જ છે. આ ટ્રેન્ડમાં, પ્રેમ અને સાથનો અનુભવ ધીમે ધીમે થાય છે. લોકો એકબીજા સાથે સમય વિતાવે છે, તેઓ વાતો કરે છે અને બહાર ફરે છે, પરંતુ પોતાને બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કે પાર્ટનર તરીકેના ટેગ આપવાની જરુર અનુભવતા નથી. આજની જનરેશન Gen Z પેઢી ભણતર, શિક્ષણ અને પર્સનલ ગ્રોથને લઇ પર ખૂબ ધ્યાન રાખે છે. જેના કારણે લોકો એવા સંબંધો ઇચ્છે છે જે તેમને તણાવ નહીં પણ ખુશી આપે.

કેમ પસંદ કરી રહ્યા છે Gen Z

ઘણા રિસર્ચ અનુસાર, Gen Z પણ આ ટ્રેન્ડને પસંદ કરી રહ્યું છે કારણ કે તેમાં ઓછો ડ્રામા અને વધુ ક્લેરિટી હોય છે. લોકો અગાઉથી નક્કી કરે છે કે સંબંધ ક્યાં જશે અને તેમાં શું અપેક્ષા રાખવી છે. આ ઇમોશનલ હર્ટનું જોખમ પણ ઘટાડે છે. સાથે જ તેમાં કોઈ બ્રેકઅપ શામેલ નથી, કારણ કે બંને ભાગીદારો જાણે છે કે તેઓ આખરે અલગ થઈ જશે. એક રીતે, આ સંબંધમાં લોકો ટાઇમ પસાર કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Relationship Trend Relation Sipping Lifestyle

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ