બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ટેક અને ઓટો / new maruti suzuki celerio launched at rs 4 99 lakh features mileage specification

ઓટો / લોન્ચ થઈ નવી Maruti Suzuki Celerio, કિંમત અને ફિચર્સ વાંચીને ખરીદવાનું થઈ જશે મન

Arohi

Last Updated: 03:36 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી સેલેરિયોને 4.99 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવી છે.

  • મારૂતિએ લોન્ચ કરી નવી સેલેરિયો 
  • જાણો શું છે કિંમત અને ફિચર્સ 
  • વેબસાઈટ પર થઈ રહી છે બુકિંગ 

દેશની મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ ભારતમાં નવી સેલેરિયો (2021 Maruti Celerio)ને લોન્ચ કરી દીધી છે. નવી સેલેરિયોને 4.99 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. ત્યાં જ તેના ટોપ મોડલની કિંમત 6.94 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવા અવતારમાં મારૂતિ સેલેરિયો ઘણા નવા અને અપડેટેડ ફિચર્સની સાથે આવશે. 

કંપનીએ નવી સેલેરિયોને કુલ 6 રંગોમાં લોન્ચ કરી છે જેમાં સિલ્કી સિલ્વર, ગ્લિસ્ટરિંગ ગ્રે, આર્કટિક વ્હાઈટ અને કેફીન બ્રાઉનની સાથે બે નવા રંગ ફાયર રેડ અને સ્પીડ બ્લૂ શામેલ છે. આ 4 ટ્રિમ અને 7 વેરિએન્ટમાં શામેલ છે. 

નવી સેલેરિયોની બુકિંગ કંપનીની વેબસાઈટ અથવા ડીલરશીપ પર જઈને 11,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ અપીને કરી શકાય છે. મારૂતિ સુઝુકીનો દાવો છે કે નવી સેલેરિયો 26.68 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજ આપી શકે છે. જેનાથી તે ભારતમાં કાર નિર્માતાઓ દ્વારા લોન્ચ કરવામાં આવતી અન્ય દરેક કારોની તુલનામાં સૌથી વધુ ફ્યૂલ એફિશિએન્ટ છે. 

એન્જિન 
મારૂતિએ નવી સેલેરિયોમાં 1.0- લીટર K10C સીરીઝ ત્રણ સિલિન્ડર ડુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન વધુમાં વધુ 65 બીએચપીનો પાવર અને 89 ન્યૂટન મીટરનો પીક ટોર્ક પેદા કરવામાં સક્ષમ છે. નવી સેલેરિયોમાં પાંચ-સ્પીડ મેનુઅલ ગેરબોક્સની સાથે ઓટોમેટિક ગેરબોક્સનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. 

નવી મારૂતિ સેલેરિયો સ્કિવફ્ટ અને બલેનોના સમાન સુઝુકીના હાર્ટેક્ટ પ્લેટફોર્મ (Hartect Platform) પર વધુ છે. જેના કારણે આ તે જુના મોડલની તુલનામાં વધુ લાંબી અને પહોંળી છે. તેનું વ્હીલબેસ પણ સૌથી વધુ લાંબુ છે જેનાથી કારની અંદર પહેલાથી વધારે સ્પેસ મળે છે. 

Celerio Price 
LXI MT 4,99,000
VXI MT 5,63,000
VXI AMT 6,13,000
ZXI MT 5,94,000
ZXI AMT 6,44,000
ZXI+ MT  6,44,000
ZXI+ AMT  6,94,000

ડિઝાઈન 
નવી સેલેરિયોમાં આકર્ષક ફ્રંટ ગ્રિલ, નવા એલોય વ્હીલ અને નવા ફોગ લાઈટ જોવા મળે છે. ત્યાં જ ઈન્ટીરિયરમાં નવા ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કોલ અને મ્યુઝીક અસિસ્ટની સાથે મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, સિંગલ પોડ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને ગોળાકાર ડિજિટલ સ્ક્રીન આપવામાં આવી છે. તેની ડેડ લાઈનના ડિઝાઈનને અપડેટ કરવામાં આવી છે અને બોડીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જે કારણે આ પહેલાના મુકાબલે વધારે આકર્ષક લાગે છે. નવી સેલેરિયોમાં 15-ઈંચ બ્લેકઅલોય વ્હીલ અને ઓઆરવીએમ પર ટર્ન ઈન્ડિકેટર આપવામાં આવ્યું છે. 

ફીચર્સ 
આ કારમાં ઘણા નવા અપડેટ ફીચર્સ જેવા કે એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોની કનેક્ટિવિટીની સાથે સ્માર્ટપ્લે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કારમાં આઈડલ સ્ટાર્ટ/ સ્ટોપ ફંક્શનની સાથે પુશ સ્ટાર્ટ/ સ્ટોપ બટન ફીચર મળે છે. તેની સાથે હવે નવી સેલેરિયોમાં ડોર રિક્વેસ્ટ સ્વિચ પણ આપવામાં આવી છે. નવી મારૂતિ સેલેરિયોમાં બૂટ સ્પેસને વધારીને હવે 313 લીટર કરી દેવામાં આવી છે. 

સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં ડ્રાઈવર અને ફ્રંટ સીટ પેસેન્જર એકબેગ, સીટ બેલ્ટ રિમાઈન્ડર, એબીએસ-ઈબીડી, એન્જિન ઈમ્મોબિલાઈઝર, પાછલા દરવાજામાં ચાઈલ્ડ પ્રૂફ લોક, સ્પીડ એલર્ટ સિસ્ટમ, હિલ હોલ્ડ અસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર વગેરે મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ