બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / New information about Chandrayaan-3, will Vikram and Pragyan wake up again with the help of special technology?

Chandrayaan-3 / ચંદ્રયાન-3 ને લઈને સામે આવી નવી માહિતી, શું ખાસ તકનીક મદદથી વિક્રમ અને પ્રજ્ઞાન ફરી જાગશે ?

Pravin Joshi

Last Updated: 11:10 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલે કહ્યું કે ISRO ભવિષ્યમાં પ્રોપલ્શન મોડ્યુલના પરમાણુ સંસાધનોનો ઉપયોગ રોવર અને લેન્ડરની જાળવણી માટે કરી શકે છે. તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ લેન્ડર અને રોવર દ્વારા સિગ્નલ મેળવવા માટે થઈ શકે છે.

  • ઈસરોના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો 
  • ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડાયરેક્ટરે રોવર અને લેન્ડરને લઈને નવી માહિતી આપી
  • પ્રોપલ્શન મોડ્યુલ બે રેડિયો આઈસોટોપ હીટિંગ યુનિટ (RHU)થી સજ્જ 

ઈસરોના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. આ મિશનને લઈને દરરોજ અલગ-અલગ માહિતી બહાર આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચંદ્રયાન-3 મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં પરમાણુ ટેક્નોલોજી દ્વારા ઉર્જા મેળવી રહ્યું છે. એક રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ વાતની પુષ્ટિ એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષે કરી છે. તેઓ ખુશ છે કે ભારતનું પરમાણુ ક્ષેત્ર આવા મહત્વપૂર્ણ અવકાશ મિશનનો એક ભાગ બની શકે છે. પ્રોપલ્શન મોડ્યુલ વિશે માહિતી આપતા ઈસરોના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રોપલ્શન મોડ્યુલ બે રેડિયો આઈસોટોપ હીટિંગ યુનિટ (RHU)થી સજ્જ છે, જેને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. તે એક વોટ ઉર્જા ઉત્પન્ન કરે છે. આરએચયુની મદદથી અવકાશયાન તેના માટે જરૂરી તાપમાન જાળવવામાં મદદ કરે છે.

ચંદ્રયાન-3 ને લઈને ISROએ આપ્યા Good News, રોવરે ચંદ્રની સપાટી પર તેની  કામગીરી કરી દીધી શરૂ / Chandrayaan-3 Mission: Pragyan Rover Starts Moon  Walk, All Systems Normal, ISRO Gives Latest Update

શું વિક્રમ અને પ્રજ્ઞાન ફરી જાગશે?

ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલે કહ્યું કે ISRO ભવિષ્યમાં પ્રોપલ્શન મોડ્યુલના પરમાણુ સંસાધનોનો ઉપયોગ રોવર અને લેન્ડરની જાળવણી માટે કરી શકે છે. તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ લેન્ડર અને રોવર દ્વારા સિગ્નલ મેળવવા માટે થઈ શકે છે. જો કે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પર સીધી ઉર્જા પ્રદાન કરવા માટે RHU સ્થાપિત કરવામાં આવ્યું ન હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, આમ કરવાથી ચંદ્રયાન-3નું દળ વધ્યું હોત, જેના કારણે મિશનમાં કોઈ પ્રકારની સમસ્યા થઈ શકે છે.

ચંદ્રયાન 3 બાદ હવે ચંદ્રયાન 4 : જાપાનની સાથે મળીને મિશન શરૂ કરશે ભારત? જાણો  ક્યારે થશે લોન્ચ | After Chandrayaan 3, now Chandrayaan 4: Will India start  the mission with Japan? Know ...

ઉતરાણ દરમિયાન 2 ટન ધૂળ ઉડી

નોંધનીય છે કે 23 ઓગસ્ટ, 2023ના રોજ ભારતના ચંદ્રયાન-3 લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ તે દિવસે લેન્ડર લેન્ડ થતાની સાથે જ દક્ષિણ ધ્રુવ પર બીજી ઘટના બની. વિક્રમ લેન્ડર લેન્ડ થતાંની સાથે જ ચંદ્રની સપાટી પર એટલી બધી ચંદ્રની માટી ઉડી ગઈ કે તેણે ચંદ્ર પર જ એક ઇજેક્ટા પ્રભામંડળ બનાવ્યું. ઈસરોએ ગયા શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ