બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી બદલાઇ ગયા ઇન્કમટેક્સને લગતા આ નિયમ, આજે જ જાણી લેજો

તમારા કામનું / આજથી બદલાઇ ગયા ઇન્કમટેક્સને લગતા આ નિયમ, આજે જ જાણી લેજો

Bijal Vyas

Last Updated: 03:06 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે બજેટ 2026 દ્વારા કર પ્રણાલીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો રજૂ કર્યા છે. આ પગલાંનો ઉદ્દેશ્ય પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

આજથી - 1 એપ્રિલ, 2026 - દેશભરમાં આવકવેરા સંબંધિત ઘણા નવા નિયમો અમલમાં આવ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. કેન્દ્ર સરકારે બજેટ 2026 દ્વારા કર પ્રણાલીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો રજૂ કર્યા છે. આ પગલાંનો ઉદ્દેશ્ય પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. જોકે, કેટલાક ફેરફારો પણ રજૂ કરવામાં આવ્યા છે જે સંભવિત રીતે લોકો માટે ખર્ચમાં વધારો કરી શકે છે. આવો આપણે આનો વિગતવાર કરીએ...

ડેરિવેટિવ ટ્રેડિંગ પર વધ્યુ ટેક્સ ભાર

શેરબજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે, કારણ કે સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો કર્યો છે. ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ પરનો STT હવે 0.02% થી વધીને 0.05% થઈ ગયો છે.

દરમિયાન ઓપ્શન ટ્રેડ્સ પરનો દર 0.1% થી વધારીને 0.15% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રેડિંગ પહેલા કરતાં વધુ મોંઘું થઈ શકે છે.

INCOME-TAX-1

નવો આવકવેરા કાયદો લાગુ થયો, પરંતુ સ્લેબ યથાવત રહ્યા

આજથી નવો આવકવેરા કાયદો 2025 દેશભરમાં અમલમાં આવ્યો છે. જેનાથી 1961 થી અમલમાં રહેલા અગાઉના કાયદાને રદ કરવામાં આવ્યો છે. જોકે, કરદાતાઓ માટે રાહતની વાત એ છે કે, હાલમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

ટેક્સ સ્લેબ પહેલાની જેમ જ લાગુ રહેશે. ફેરફારો હેઠળ કાનૂની પરિભાષાને સરળ બનાવવા અને કાનૂની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી લોકો માટે ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને સમજવામાં સરળતા રહેશે.

ITR ભરીને ડેડલાઇનમાં મળી રાહત

કરદાતાઓને હવે તેમના ટેક્સ ફાઇલ કરવા માટે વધુ સમય મળશે. જે વ્યક્તિઓના ખાતા ઓડિટને આધીન નથી, તેમના માટે ITR-3 અને ITR-4 ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે, જે અગાઉ 31 જુલાઈ હતી. જોકે, ITR-1 અને ITR-2 માટેની અંતિમ તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે 31 જુલાઈ સુધી જ રહે છે.

ITR-COVER

TCS દરોમાં બદલાવ

સરકારે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) ના દરોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કર્યા છે, જેની સીધી અસર વ્યવહારો પર પડશે. દારૂના વેચાણ પર TCS દર હવે 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવ્યો છે.

સાથે જ સ્ક્રેપ પર પણ આ દર 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોલસો અને આયર્ન જેવા બીજા ખનિજોના વેચાણ પર હવે 2 ટકાનો TCS લાગુ થશે. પરિણામે આ ક્ષેત્રોમાં ખર્ચ વધવાની ધારણા છે.

આ પણ વાંચોઃ FASTag એન્યુઅલ પાસ હવે મોંઘો પડશે, 1 એપ્રિલથી ચૂકવવો પડશે આટલો ચાર્જ!

વિદેશ ખર્ચ પર TCS માં મળી રાહત

સરકારે વિદેશ પ્રવાસ કરતા વ્યક્તિઓ માટે રાહત પૂરી પાડી છે. LRS હેઠળ વિદેશી પ્રવાસ પેકેજો પર 2% નો એકસમાન TCS લાગુ થશે, ભલે તે રકમ ગમે તે હોય - જ્યારે અગાઉ, તે 5% અને 20% ના અલગ અલગ દરે લાગુ પડતો હતો.

આ ઉપરાંત શિક્ષણ અને તબીબી સારવાર માટે વિદેશમાં મોકલવામાં આવતા ભંડોળ પર TCS ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે. આ પહેલા આ દર 5 ટકા હતો. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે લોકોને રાહત આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Income Tax Rules business April 2026
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ