બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / FASTag એન્યુઅલ પાસ હવે મોંઘો પડશે, 1 એપ્રિલથી ચૂકવવો પડશે આટલો ચાર્જ!

કામની વાત / FASTag એન્યુઅલ પાસ હવે મોંઘો પડશે, 1 એપ્રિલથી ચૂકવવો પડશે આટલો ચાર્જ!

Jinal Chauhan

Last Updated: 02:58 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ FASTag એન્યુઅલ પાસની કિંમત ₹75 વધારીને ₹3,075 કરી છે, જે 1લી એપ્રિલ 2026થી લાગુ થશે. આ પાસ 1 વર્ષ માટે અથવા 200 ટોલ ક્રોસ થાય ત્યાં સુધી માન્ય રહેશે.

દેશભરમાં હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એ FASTag એન્યુઅલ પાસની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. નવા દરો 1લી એપ્રિલ 2026થી લાગુ થશે. હાલ સુધી FASTag નો વાર્ષિક પાસ ₹3,000માં મળતો હતો પરંતુ હવે તેમાં ₹75નો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે તમને આ પાસ ₹3,075માં મળશે.

FASTag એન્યુઅલ પાસ એક પ્રીપેડ ટોલ પ્લાન છે જે ખાસ કરીને તેઓ માટે શરૂ કરવામાં આવ્યો છે જે વારંવાર હાઈવે પર મુસાફરી કરે છે. આ પ્લાનમાં એક વખત પૈસા ભર્યા પછી તમને વારંવાર FASTag રિચાર્જ કરવાની જરૂર પડતી નથી. આ પાસ 1 વર્ષ માટે અથવા 200 ટોલ ક્રોસ થાય ત્યાં સુધી માન્ય રહે છે જેમાંથી જે પહેલું પૂરુ થાય તે લાગુ પડે છે.

Fastag (3)

કિંમત કેમ વધારવામાં આવી?

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) અનુસાર આ વધારો નેશનલ હાઈવે ફી નિયમ 2008 હેઠળ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે FASTag એન્યુઅલ પાસનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હાલ સુધી 56 લાખથી વધુ લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે.

કયા વાહનો માટે લાગુ પડશે?

આ એન્યુઅલ પાસ માત્ર પ્રાઇવેટ વાહનો જેમ કે કાર, SUV અને વાન માટે જ લાગુ પડશે. આ પાસ દેશભરના લગભગ 1,150 ટોલ પ્લાઝા પર માન્ય રહેશે, જે હાઈવે અને એક્સપ્રેસવે પર આવેલાં છે. FASTag એન્યુઅલ પાસથી મુસાફરોને ઘણા ફાયદા મળે છે. સૌથી મોટો ફાયદો એ છે કે વારંવાર ટોલ માટે અટકવું કે રિચાર્જ કરવું પડતું નથી. ઉપરાંત તમામ ટોલ પેમેન્ટ કેશલેસ રીતે થાય છે, જેથી સમયની પણ બચત થાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 10માં ધોરણ બાદ ક્યા બનાવી શકાશે કરિયર? પહેલાથી જ જાણી લો ફ્યૂચર સેટ કરવાના ઓપ્શન

FASTag એન્યુઅલ પાસ કેવી રીતે ખરીદવો?

FASTag એન્યુઅલ પાસ ખરીદવો ખૂબ જ સરળ છે. તેના માટે તમારે Rajmarg Yatra એપ ડાઉનલોડ કરવી પડશે અથવા MoRTH/NHAIની વેબસાઇટ પર જવું પડશે. પછી તમારી ગાડીની માહિતી અને FASTag ID દાખલ કરવી પડશે. ધ્યાન રાખો કે FASTag એક્ટિવ હોવો જોઈએ અને યોગ્ય રીતે ગાડી સાથે જોડાયેલો હોવો જોઈએ. ત્યારબાદ તમે નેટ બેંકિંગ, UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરી શકો છો. ચુકવણી પુરી થયા પછી તમારો પાસ તે જ FASTag ID સાથે લિંક થઈ જશે અને તમને SMS દ્વારા કન્ફોર્મ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NHAI update Toll price hike FASTag annual pass
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ