ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સામાન્ય લક્ષણો સિવાય ડોક્ટર્સે જણાવ્યું છે કે કોરોના વાયરસથી પીડાતી વ્યક્તિની સૂંઘવાની ક્ષમતા ઓછી થાય છે અથવા તો ખતમ થઈ જાય છે. આ વખતે જે લક્ષણ બતાવ્યું છે તે થોડું ચિંતાજનક છે.
અનેક પેશન્ટમાં એકસરખા નવા લક્ષણો દેખાયા
ADVERTISEMENT
યૂરોપીય ડોક્ટર્સે પોતાને ત્યાં સારવાર મમાટે આવનારા કોરોનાથી પીડાતા દર્દીઓના પગમામં નાના ઘાના નિશાન જોયા. ડોક્ટર્સનું કહેવું છે કે યૂરોપમાં એડમિટ થઈ રહેલા મોટા ભાગના દર્દીઓના પગમાં થોડા ઘા જોવા મળી રહયા છે.

ADVERTISEMENT
કંઈક આવા હોય છે આ નવા નિશાન
કોરોના દર્દીઓના પગની આંગળીઓની ઉપર, આંગળીઓની વચ્ચે અને પગના તળિયામાં પણ નાના ગુલાબી કે લાલ રંગના નિશાન જોવા મળી રહ્યા છે. જો કે આ ઘા ઠીક પણ થાય છે અને ગાયબ પણ થઈ જાય છે. આ માટે ખાસ અલગ ઉપચારની જરૂર રહેતી નથી.
ADVERTISEMENT
આ છે મુખ્ય અને શરૂઆતી લક્ષણ
સ્પેનમાં ડોક્ટરોના સંગઠન જનરલ કાઉન્સિલ ઓફ કોલેજેસ ઓફ પોડિયાટ્રિસ્ટનું કહેવું છે કે કોરોના વાયરસ હોવાનું આ મુખ્ય નિશાન છે. તેને બીમારી આવતા પહેલાં જોવા મળે છે. ડોક્ટરોનું કહેવું છે કે પહેલાં પગમાં નાના લાલ કે ગુલાબી ઘા જોવા મળે તો સમજવું કે કોરોના વાયરસ હુમલો કરશે. આપછી તે દરેક લક્ષણ દેખાશે જે કોરોના વાયરસના સંક્રમણમાં જોવા મળે છે.
ADVERTISEMENT

મેડિકલ સ્ટાફ માટે વરદાનરૂપ છે આ શોધ
ADVERTISEMENT
યૂરોપના ડોક્ટર્સે કરેલી આ નવા લક્ષણની શોધ મેડિકલ સ્ટાફ માટે વરદાન બનીને આવી છે. CGCOPએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ નવા લક્ષણને દુનિયાના લોકો પણ જાણે. જેથી ડોક્ટર ફક્ત તાવ, ખાંસી, શરદી કે શ્વાસની તકલીફો સુધી સીમિત ન રહે. ઉલ્લેખનીય છે કે જે દર્દીઓમાં આ નવા લક્ષણો જોવા મળ્યા છે તે દરેક કોરોના સંક્રમિત હતા. સ્પેન અને યૂરોપના દર્દીઓમાં આ લક્ષણો વધારે જોવા મળી રહ્યા છે અને અહીં કોરોનાનો કુલ આંક 1.82 લાખથી વધારે જોવા મળી રહ્યો છે. જ્યારે 19000થી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT