બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / EVMથી લઇને ખેતી સુધી...! જાણો ઈન્ડોનેશિયા સાથે ભારતે કરેલા 20 મહત્વના કરાર

વિશ્વ / EVMથી લઇને ખેતી સુધી...! જાણો ઈન્ડોનેશિયા સાથે ભારતે કરેલા 20 મહત્વના કરાર

Priykant Shrimali

Last Updated: 02:26 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Indonesia Visit : EVMથી લઈને બ્રહ્મોસ મિસાઇલ અને ખેતી સુધી... ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે થયા 20 મહત્વપૂર્ણ કરારો, જાણો શું મળશે બંને દેશોને ફાયદો

PM Modi Indonesia Visit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે. વાસ્તવમાં આ મુલાકાત દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયાએ સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, અવકાશ, મહત્વપૂર્ણ ખનિજો, કૃષિ, ચૂંટણી વ્યવસ્થા, ઔદ્યોગિક વિકાસ અને સાંસ્કૃતિક વારસા સહિત લગભગ 20 મહત્વપૂર્ણ સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

રક્ષા ક્ષેત્રમાં સૌથી મોટી સફળતા

આ મુલાકાતની સૌથી મોટી સિદ્ધિ રક્ષા ક્ષેત્રમાં જોવા મળી છે. ભારત હવે ઈન્ડોનેશિયાને પોતાની સ્વદેશી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ તેમજ અસ્ત્ર એર-ટુ-એર મિસાઇલ ઉપલબ્ધ કરાવશે. માહિતી અનુસાર ઈન્ડોનેશિયા ભારત પાસેથી આશરે 630 મિલિયન ડોલર (63 કરોડ ડોલર)ના સંરક્ષણ સાધનો ખરીદશે. આ કરાર હેઠળ ઈન્ડોનેશિયા પોતાના બ્રહ્મોસ મિસાઇલ ભંડારનો વિસ્તાર કરશે અને ભારત તરફથી વધારાની બ્રહ્મોસ બેટરીઓની સપ્લાય કરવામાં આવશે. આ પગલું ભારતના રક્ષા નિકાસ ક્ષેત્રને નવી ગતિ આપશે અને 'મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ' અભિયાનને પણ વધુ મજબૂતી મળશે.

ભારતીય EVM ટેક્નોલોજીનો લાભ લેશે ઈન્ડોનેશિયા

ચૂંટણી વ્યવસ્થાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે ભારતના ચૂંટણી પંચ (ECI) અને ઈન્ડોનેશિયાના જનરલ ઈલેક્શન કમિશન (KPU) વચ્ચે પણ મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ બંને દેશો ચૂંટણી સંચાલન, ટેક્નોલોજી, અધિકારીઓની તાલીમ અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે કરશે. ઉપરાંત ભારત ઈન્ડોનેશિયાની જરૂરિયાતોને અનુરૂપ વિશેષ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિકસાવવામાં પણ સહયોગ આપશે.

સમુદ્રી સુરક્ષા અને સાબાંગ બંદર પર વધશે સહકાર

ભારત અને ઈન્ડોનેશિયાએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ કરાર કર્યા છે. બંને દેશોના કોસ્ટ ગાર્ડ વચ્ચે દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ કામગીરી, ક્ષમતા વિકાસ તેમજ સુરક્ષિત સમુદ્રી પરિવહન માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત મલક્કા સ્ટ્રેટ નજીક આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સાબાંગ બંદરના વિકાસમાં પણ બંને દેશો મળીને કામ કરશે. ભારતની ગ્રેટ નિકોબાર યોજના માટે આ બંદરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

ક્રિટિકલ મિનરલ્સ અને સ્ટીલ ક્ષેત્રમાં મોટા રોકાણનો માર્ગ ખુલ્યો

ભારત અને ઈન્ડોનેશિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સ્ટીલ સપ્લાય ચેઇન ક્ષેત્રમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ ભારત ઈન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર અર્થ પરમનેન્ટ મેગ્નેટના ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરશે. આ સહયોગથી આધુનિક ખનિજ પ્રક્રિયા ટેક્નોલોજી, સંયુક્ત સંશોધન અને નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે. તેના પરિણામે ઇલેક્ટ્રિક વાહનો (EV), સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક ઉદ્યોગોને જરૂરી ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે.

સ્ટેનલેસ સ્ટીલ પ્લાન્ટ માટે સંયુક્ત સાહસ

સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) અને ઈન્ડોનેશિયાની પીટી ક્રાકાતાઉ સ્ટીલ વચ્ચે સંયુક્ત સાહસ (Joint Venture) માટે પણ સહમતિ થઈ છે. આ ભાગીદારી હેઠળ ઈન્ડોનેશિયામાં સ્ટેનલેસ સ્ટીલ સ્લેબ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી બંને દેશોમાં ઔદ્યોગિક ઉત્પાદન વધશે, નવી ટેક્નોલોજીનું સ્થાનાંતરણ થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

રેર અર્થ મિનરલ્સ ક્ષેત્રમાં પણ વધશે ભાગીદારી

રેર અર્થ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ભારતના NFTDC,મિડવેસ્ટ લિમિટેડ અને ઈન્ડોનેશિયાની પીટી પર્મિનાસ વચ્ચે પણ કરાર થયો છે. આ કરારનો મુખ્ય હેતુ વૈશ્વિક રેર અર્થ સપ્લાય ચેઇનને વધુ વૈવિધ્યસભર બનાવવાનો તેમજ વ્યૂહાત્મક ખનિજોની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.

અવકાશ ક્ષેત્રમાં પણ વધશે સહયોગ

બંને દેશોએ શાંતિપૂર્ણ હેતુઓ માટે અવકાશ ક્ષેત્રમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત સંયુક્ત વૈજ્ઞાનિક સંશોધન, સેટેલાઇટ ટેક્નોલોજી, ક્ષમતા વિકાસ અને અવકાશ વિજ્ઞાનમાં સહકારને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.

ખેતીમાં ભારત આપશે ઉચ્ચ ગુણવત્તાના ઘઉંના બીજ

કૃષિ ક્ષેત્રમાં ભારત ઈન્ડોનેશિયાને DWR-162 જાતિના 100 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંના બીજ પૂરા પાડશે. આ પહેલનો હેતુ ખાદ્ય સુરક્ષા મજબૂત બનાવવાનો, કૃષિ ઉત્પાદન વધારવાનો અને બંને દેશો વચ્ચે લાંબા ગાળાનો કૃષિ સહયોગ વિકસાવવાનો છે.

સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં પણ હાથ મિલાવશે બંને દેશો

ભારત અને ઈન્ડોનેશિયાએ સાંસ્કૃતિક સહયોગને પણ નવી દિશા આપી છે. ભારત ઈન્ડોનેશિયાના યોગ્યાકાર્ટામાં આવેલા વિશ્વવિખ્યાત પ્રમ્બાનન મંદિર સમૂહના સંરક્ષણ અને પુનઃસ્થાપન કાર્યમાં સહયોગ આપશે. આ પહેલ બંને દેશોની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો : બેકાબૂ ટ્રકે પરિવારને કચડ્યો, ચાર બાળકોના કમકમાટીભર્યા મો*ત

ભારત-ઈન્ડોનેશિયા સંબંધોને મળશે નવી ઊંચાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો વચ્ચે થયેલી બેઠકમાં સંરક્ષણ, વેપાર, ઊર્જા, ડિજિટલ અર્થતંત્ર, ખાદ્ય સુરક્ષા અને વ્યૂહાત્મક ખનિજ જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર સહમતિ થઈ છે. વર્ષ 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પછી બંને દેશો વચ્ચે થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી અને મહત્વપૂર્ણ પ્રગતિ માનવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Indonesia Visit India Indonesia Deals BrahMos Missile
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ