બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / new born mia in ukraine amid russia ukrain war in underground metro station in kiev

યુદ્ધ વચ્ચે આશા! / બોમ્બ ધડાકા અને લાશોના ઢગલા વચ્ચે જન્મી 'આશા', યુક્રેનની યુવતીએ આપ્યો બાળકીને જન્મ, નામ શું રાખ્યું જુઓ

Mayur

Last Updated: 01:27 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનની રાજધાની કિવમાં એક તરફ બોમ્બમારો થઈ રહ્યો હતો તો બીજી તરફ એક યુવતીએ એક નાનકડી બાળકીને જન્મ આપ્યો હતો. સોશ્યલ મીડિયામાં તેની તસવીર Viral થઈ ગઈ છે.

  • યુક્રેનનીર રાજધણી કિવમાં બોમ્બરો 
  • યુદ્ધની વચ્ચે જન્મ્યું આશાનું કિરણ 
  • 23 વર્ષની યુવતીએ આપ્યો બાળકીને જન્મ 

યુક્રેનની રાજધાની કિવમાં એક તરફ બોમ્બમારો થઈ રહ્યો હતો તો બીજી તરફ એક યુવતીને અચાનક લેબર પેઇન ઉપડ્યું હતું. એક તરફ દહેશતની વચ્ચે આ યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીને હાલ યુદ્ધગ્રસ્ત દેશમાં આશાનું કિરણ માનવામાં આવી રહી છે.

'આશાનું કિરણ'

રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે અને સામાન્ય નાગરિકો પણ ખૂબ મોટી સમસ્યાઓનો સમનો કરી રહ્યા છે. કેટલાય લોકો દેશ છોડીને ભાગ્યા છે તો કેટલાય લોકો બંકરોમાં પુરાઈ રહ્યા છે. પણ આ તમામની વચ્ચે એક યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. 23 વર્ષની આ ગર્ભવતી યુવતીને પ્રસવની પીડા શરૂ થતાં જ અસામાન્ય સ્થિતિઓની વચ્ચે તેણીએ બાળકને જન્મ આપ્યો હતો.

યુક્રેનના વિદેશ મંત્રાલયે કરી ટ્વિટ 

યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા શનિવારે આ સમાચાર આપવામાં આવ્યા હતા. ટ્વિટરના માધ્યમથી તેમણે દુનિયાને આ સમાચાર આપ્યા હતા. આ યુવતી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં શરણ લીધેલી હતી. તેને પ્રસવની પીડા ઊપડતાં તેને પોલીસ અધિકારીઓની મદદથી ડિલિવરી કરવામાં આવી હતી. હાલ માતા અને બાળક મિયા બંને સ્વસ્થ હોવાની જાણકારી આપવામાં આવી હતી.

યુદ્ધ રોજ ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે 

રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ વધારે ભયંકર બની ગયું છે. રશિયાની સેનાએ યુક્રેનના મોટા શહેર ખાર્કીવમાં ઘુસીને ત્યાની ગેસની પાઈપલાઈનને બોમ્બથી ઉડાવી દીધી છે. આ મામલે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયથી માહિતી મેળવવામાં આવી છે. રાજધાની કિવ સહિત ઘણા બધા શહેરોમાં રશિયાની સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

એવી માહિતી સામે આવી છે કે યુક્રેનમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા છે. જ્યારે યુક્રેને પણ એવો દાવો કર્યો છે કે રશિયાના પણ ઘણા સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે. ગેસ પાઈપલાઈન ઉડાવ્યા બાદ સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કોંમ્યુનિકેશન એંન્ડ ઈન્ફોર્મેશન પ્રોટેકશન દ્વારા કહેવામાં આવ્યું કે આને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે. 

કીવમાં રશિયા અને યુક્રેનની સેના સામસામે 

આપને જણાવી દઈએ રશિયાની સેના કીવ પર કબ્જો જમાવાની તૈયારી કરી રહી છે. જેથી કીવમાં સોમવાર સવાર સુધી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. સાથેજ લોકોને તેમના ઘરમાં રહેવા માટે જ સૂચના આપવામાં આવી છે. કારણકે રશિયન સેના કિવમાં ઘુસીને યુદ્ધ કરી રહી છે. જેમા સામાન્ય લોકોને પણ નુકશાન તો થઈજ રહ્યું છે. 

યુક્રેનમાં મોટા પ્રમાણમાં નુકશાન 

ઉલ્લેખનીય છે કે શનિવારની સાંજે કીવના મધ્ય ભાગમાં શાતિ હતી. જોકે આ યુદ્ધને કારણે કિવમાં રહેતા લોકો ઘણા ભયમાં જીવી રહ્યા છે. રશિયાના હુમલાને કારણે પુલ, સ્કૂલ અને એપાર્ટમેન્ટોમાં ભારે નુકશાન થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ