બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / new app for e-challan in gujarat one nation one challan app explained in gujarati

VTV વિશેષ / હવે નહીં ચાલે કોઈ બહાના; ઈ-મેમો માટે એક મહિનામાં આવી રહી છે નવી App, જાણો તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ

Parth

Last Updated: 12:44 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક નિયમ ભંગના ઈ-મેમો...ઘણા લોકોના ઘરે આવ્યા હશે પણ ભરવાના બાકી હશે, પણ હવે આવું નહીં ચાલે. 90 દિવસમાં રકમ ન ભરી તો કેસ સીધો જશે વર્ચ્યુઅલ કોર્ટમાં.

ઈ-મેમોને લઈને દેશભરમાં એક જ APP 
હવે ગુજરાતનો કોઈ વાહન ચાલક, અન્ય રાજ્યમાં જઈને ટ્રાફિક નિયમ તોડશે તો પણ ઈ-મેમો ઘરે આવી જશે. આટલું જ નહીં, હવે તો કોઈ બહાના પણ નહીં ચાલે, દંડ 90 દિવસમાં નહીં ભરો તો વર્ચ્યુઅલ કોર્ટમાં તમારો કેસ આપોઆપ જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જેમ જેમ લોકો અવનવી ટેકનોલોજીની મદદથી આગળ વધી રહ્યા છે તેમ હવે સરકાર પણ ઈ-મેમોમાં સ્માર્ટ સિસ્ટમ લાવી રહી છે. 

ગુજરાત સહિત દેશભરમાં હજારો લોકો ગુમાવે છે જીવ 
ભારતમાં રસ્તા પર દર વર્ષે હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે, ટ્રાફિક નિયમોનું મહત્વ સૌ કોઈ જાણે પણ પાલન કરવા નથી ગમતા. એવામાં સરકાર દ્વારા પણ અવાર નવાર કડક દંડની જોગવાઈ સહિતની જાહેરાતો કરવામાં આવે છે પણ હજુ પણ લોકો ગમે તેમ કરીને પોલીસથી બચી જવાના રસ્તા શોધતા હોય છે. 

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલ

એવામાં VTV Gujarati સાથેની વાતચીતમાં તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ આપ્યા છે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP શેફાલી બરવાલે. 

નવી APP શું છે અને તેના પાછળનો હેતુ શું?
કેન્દ્ર સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા વન નેશનલ વન ચલાન APP બનાવી છે, આ એપ ભારતના તમામ રાજ્યોમાં લાગુ રહેશે અને એક બીજાને ડેટા પણ શેર કરવામાં આવશે. 

ગુજરાતમાં નવી APP ક્યારે લાગુ થશે? 
ગયા વર્ષથી જ ગુજરાત સરકાર દ્વારા આ APP ને લાગુ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગામી એક મહિનાની અંદર આ APP લાગુ થશે. 

નાગરિકોને આ app ની માહિતી કઈ રીતે આપવામાં આવશે? 
સોશ્યલ મીડિયા, સમાચાર પત્રો તથા મીડિયા ચેનલના માધ્યમથી જ નાગરિકોને નવી app ની માહિતી લોકોને આપવામાં આવશે. 

શું ટ્રાફિકના નિયમોમાં કોઈ ફેરફાર થશે? 
ના, ટ્રાફિકના હાલના જે નિયમ છે તે ચાલુ જ રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. 

ઘરે ઈ-મેમો પહોંચતો નથી તેની ફરિયાદનું શું? 
ઈ-મેમો જે તે વાહન ચાલકના મોબાઈલ નંબર પર SMS પણ કરી દેવામાં આવશે, અને એક વાર ચલાન જનરેટ થઈ ગયાના 90 દિવસ બાદ આપોઆપ જ માંલો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. 

શું ઈ-મેમો ઓનલાઈન જ ભરી શકાશે? 
ઓનલાઈન પેમેન્ટમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવશે. તે સિવાય નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને રોકડ રકમથી પણ દંડ ભરી શકાશે, જેની રસીદ પોલીસ દ્વારા આપવામાં આવશે. 

ટ્રાફિક નિયમન માટે રસ્તા પર ઊભી રહેતી પોલીસનું શું થશે? 
ટ્રાફિક પોલીસ માત્ર મેમો આપવા માટે ઊભી નથી રહેતી, ટ્રાફિકના નિયમન માટે તો તેઓ ત્યાં જ રહેશે. પણ જેમ જેમ ઈ-મેમો વધતાં જશે તેમ તેમ નાગરિક અને પોલીસ વચ્ચે ઈન્ટરફેસ ઘટતો જશે. 

નંબર પ્લેટ ઢાંકી-વાળીને ઈ-મેમોથી બચતા લોકોનું શું થશે?
તેમના માટે ટ્રાફિક પોલીસના જવાનો રસ્તા પર હશે જે આવા વાહનચાલકોને પકડી શકે

ગુજરાત બહાર પણ નિયમ તોડ્યો તો ઘરે મેમો આવશે? 
ગુજરાતની જેમ જ અન્ય રાજ્યો પણ આ જ APP લાગુ કરવા માટે કામ કરી રહ્યા છે. જે રાજ્યમાં આ જ APP લાગુ હશે તે રાજ્યમાં ગુજરાતની કોઈ ગાડી ટ્રાફિક નિયમનો ભંગ કરે છે તો ગુજરાતના એડ્રેસ પર મેમો આવી જશે. 

મધ્ય પ્રદેશમાં રેડ લાઇટ નિયમનો ભંગ કર્યો, તો દંડ ગુજરાતનો લાગુ થશે કે મધ્ય પ્રદેશનો?
જો વ્હીકલ ગુજરાતનું છે તો દંડની રકમ ગુજરાત અનુસાર લાગુ થશે. 

ભ્રષ્ટાચાર રોકવા અને દંડની રકમ સીધી પહોંચાડવા માટે શરૂ થયું હતું E-ચલાન 
નોંધનીય છે કે વર્ષ 2019માં રાજ્યસભામાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવા માટે ઇ-ચલણ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ ટ્રાફિક પોલીસકર્મીઓ અને પરિવહન વિભાગની ટીમો એન્ડ્રોઇડ આધારિત મોબાઇલ એપ્લિકેશન અને વેબ એપ્લિકેશન દ્વારા ઇ-ચલણ મોકલે છે. આ સિસ્ટમના કારણે દંડની રકમ સીધી સંબંધિત સત્તાધિકારીને પહોંચે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ