બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 05:32 PM, 24 October 2022
ADVERTISEMENT
ઋષિ સુનકે બ્રિટનના નવા PM બનવાનું નક્કી માનવામાં આવે છે. સોમવાર સાંજે 6:30 વાગ્યા સાફ સાફ પરિણામ આવી જશે. પ્રધાનમંત્રી લિઝ ટ્રસને રાજીનામા બાદ ઋષિ સુનક અને બોરિસ જૉનસન તેમજ પેની મૉરડોન્સના નામ સામે આવ્યા હતાં. રવિવારે જોન્સન આ ફરિફાઈમાંથી બહાર નીકળી ગયા બાદ હવે ફક્ત ઋષિ સુનક અને પેની વચ્ચે હરિફાઈ ચાલી રહી છે.
ADVERTISEMENT
સુનક જીત નક્કી ગણાય છે.
બ્રિટનના સંસદમાં કંઝર્ર્વટિવ પાર્ટીના 357 સાંસદ છે આજ સાંસદ ઓનલાઈન વોટિંગ કરી પાર્ટીના લીડર અને પ્રાધનમંત્રી નક્કી કરશે. ચૂંટણીના નવા નિયમો પ્રમાણે પ્રધાનમંત્રી બનવા માટે 100થી વધુ સાંસદોનનું સમર્થન જરૂરી હોય છે. BBCની રિપોર્ટ પ્રમાણે, સુનકને 155 સાંસદો સપોર્ટ કરી રહ્યા છે. તો બીજી તરફ મોરડૉન્ટ 25 સાંસદનનું સમર્થન જ મળ્યું છે. મળતી માહિતી મુજબ બ્રિટનના નવા વડાપ્રધાન 28 ઓક્ટોબરે શપથ લેશે. આ પછી 29 ઓક્ટોબરે નવી કેબિનેટની રચના કરવામાં આવશે.
બોરિસ જોન્સન શુ કહ્યું
વડાપ્રધાનની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચતા પહેલા બોરિસ જોનસને કહ્યું હતું કે તેમને 60 ધારાસભ્યોનું સમર્થન છે. બોરિસે પીછે હઠ કરતા કહ્યું હતું કે જો પાર્ટી સંસદમાં સંગઠીત નહીં થાય તો સરકાર સારી રીતે ચલાશે નહીં. તેમણે જણાવ્યું હતું. અમે નવા ચૂંટાયેલા પીએમને સમર્થન આપીશું.
ઋષિએ માન્યો બોરિસનો આભાર
ઋષિ સુનકે જણાવ્યું કે, બોરિસ જોન્સને બ્રેકિ્સટ અને વેક્સીન રોલ-આઉટ જેવા મહત્વના નિર્ણયો લીધા છે. તેમણે દેશને સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવામાં મદદ કરી છે. તેમણે જણાવ્યું કે, અમે તેમના આભારી રહીશું. તેમણે પીએમ પદની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. પરંતુ મને આશા છે કે તેઓ દેશ માટે યોગદાન આપતા રહેશે તેવું જણાવ્યું હતું.
સુનક, જોન્સન અને પેનીની વાતચીત
સુનક અને જોન્સન 22 ઓક્ટોબરે મળ્યા હતા ભૂત પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહનસન અને તેમની સરકારમાં નાણા પ્રધાન રહેલા ઋષિ સુનકે 22 ઓક્ટોબરે મોડી રાત સુધી ઉમેદાવરીને લઈ વાતચીત કરી હતી. આ પછી સુનકે પીએમ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોન્સને ઉમેદવાર પેની મોર્ડોન્ટ સાથે પણ વાતચીત કરી હતી. પરંતુ એકબીજાની સહમિતી થઈ નહી ત્યારબાદ તેણે પીછેહઠે કરવાનો નિર્ણય કર્યો હતો.
કોણ છે ઋષિ સુનક?
ઋષિ સુનકના માતા-પિતા પંજાબના રહેવાસી હતા. જેઓ વિદેશમાં સ્થાયી થયા હતા. અને સુનકનો જન્મ બ્રિટનમાં હૈંપશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમજ ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનો જમાઈ પણ છે. રાજનીતિમાં જોડાતા પહેલા ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅન્શ અને હેજ ફંડમાં કામ કર્યું હતું. આ પછી તેણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મની પણ સ્થાપના કરી. તેમની માતા ફાર્માસિસ્ટ છે અને નેશનલ હેલ્થ સર્વિસમાં નોકરી કરે છે. સુનકના પિતા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક સુધી અભ્યાસ કરેલો છે. વર્ષ 2015માં પહેલીવાર સાંસદ બન્યા હતો. 2018માં સ્થાનીય સરકારમાં મંત્રી બન્યા બાદ વર્ષ 2019માં ટ્રેજરીના ચીફ સેક્રેટરી બન્યા
લિઝ ટ્રસે આપ્યું હતું રાજીનામુ
ભારે દબાણના સામનો કરી રહેલા બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રસે 20 ઓક્ટોબરના રોજે રાજીનામાની જાહેરાત કરી હતી. જો કે, આગામી વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી તે આ પદ પર રહેશે. બ્રિટિશ વડાપ્રધાને તેમના સત્તાવાર નિવાસસ્થાન જણાવ્યું હતું કે, હું સત્તામાં આવ્યો તે વચનો હું પૂરા કરી શક્યો નહીં. તેનો અફસોસ.
પેની કોણ છે
પ્રધાનમંત્રી પદની રેસમાં સુનક ઉપરાંત બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર પેની મોરર્ડાન્ટ છે. પેની મોર્ડાન્ટને સુનકનો હરિફ માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે પેની સુનાકના જૂથમાં પણ સામેલ થઈ શકે છે. પેની પણ જોરશોરથી વડાપ્રધાન તરીકે પોતાની ઉમેદવારી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.