ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / never search these four things on google

ચેતી જજો / ગૂગલ પર જો આવું સર્ચ કર્યું તો ગયા કામથી સમજો, એક ભૂલ જેલભેગા કરાવશે

Published By: Jaydeep Shah

Last Updated: 12:28 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ પર દરેક વસ્તુઓનાં જવાબ મળી જાય છે, પણ સરકારના નિયમ અનુસાર આ 4 વસ્તુઓ સર્ચ કરવાથી જેલ પણ થઇ શકે છે.

ADVERTISEMENT

  • ગૂગલ પર દુનિયાની કોઈપણ વસ્તુ સર્ચ કરી શકાય છે 
  • પરંતુ અમુક વસ્તુઓ સર્ચ કરવાથી જેલ પણ થઇ શકે છે 
  • આ વસ્તુઓમાં કોઈના પ્રાઈવેટ ફોટો અને વિડીયો પણ સામેલ છે 

ઇન્ટરનેટ બ્રાઉઝિંગની દુનિયામાં Google એક એવું નામ છે, જે વિષે લગભગ દરેકને જાણ છે. દરેક નાની મોટી બાબતો જાણવા માટે આપણે મોટેભાગે Google સર્ચનો જ ઉપયોગ કરીએ છીએ. આની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને અહી પોતાના દરેક સવાલનો જવાબ સરળતાથી મળી જાય છે. એટલા માટે જ્યારે પણ આપણે કંઈપણ સર્ચ કરવું હોય છે, તો આપણે સીધો Googleનો જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે Google પર કંઈપણ સર્ચ કરવું તમને તકલીફમાં મૂકી શકે છે. અમુક એવી વસ્તુઓ છે, જે સર્ચ કરવા પર તમને જેલ પણ થઇ શકે છે અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. અહી અમે તમને આવી જ 4 વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને Google પર સર્ચ ન કરવી જોઈએ. 

ફિલ્મ પાઈરસી 



અમુક ફિલ્મો રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી જાય છે અને ઘણી વાર લીક પણ થઇ જાય છે. કોઈપણ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા જ ઓનલાઈન લીક કરવી અપરાધ માનવામાં આવે છે. આવામાં જો તમે લીક થયેલી પાઈરસી ફિલ્મને ડાઉનલોડ કરો છો, તો એ અપરાધ કહેવાય છે. ભારત સરકારનાં આ નિયમનું ઉલ્લંઘન કરવા પર તમને 3 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ આપવો પડી શકે છે. 

ચાઈલ્ડ પોર્ન 


ભારત સહીત ઘણા દેશોમાં ચાઈલ્ડ પોર્ન એક ખૂબ જ ગંભીર અપરાધ છે અને ભારત સરકાર ચાઈલ્ડ પોર્નને લઈને ઘણી કડક છે. જો તમે ચાઈલ્ડ પોર્ન સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તમને જેલની હવા ખાવી પડી શકે છે. પોક્સો એક્ટ 2021નાં સેક્શન 14 હેઠળ ચાઈલ્ડ પોર્ન જોવું અને તેને શેર કરવું બંને અપરાધ છે. 

બોમ્બ બનાવવાની વિધિ 


ગૂગલ પર કંઈપણ સરળતાથી મળી જાય છે, પરંતુ ધ્યાન રાખો કે મજાક મજાકમાં પણ બોમ્બ બનાવવાની વિધિ સર્ચ ન કરો. કેમકે આમ કરવાથી જેલ પણ થઇ શકે છે. ધ્યાન રાખો કે આમ કરવા પર તમારી સિસ્ટમની જાણકારી અથવા આઈપી એડ્રેસ પોલીસ તથા એજન્સીઓ સુધી પહોંચી જાય છે. 

પ્રાઈવેટ તસવીરો અને વીડિયો 

​​​​​​​
કોઈના પ્રાઈવેટ ફોટો કે વીડિયોને સોશિયલ મીડિયા કે ગૂગલ પર લીક કરવા પણ એક ગંભીર અપરાધ માનવામાં આવે છે. એટલા માટે ભૂલથી પણ આવું કોઈ કામ ન કરો, જેને કારણે તમારે તકલીફોનો સામનો કરવો પડે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Google Gujarati News Internet ઇન્ટરનેટ ગૂગલ Google Search

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ