બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ લોકોના ઘેર કદી પણ ન ખાતા, ગરુડ પુરાણમાં છે ચેતવણી

ધર્મ / આ લોકોના ઘેર કદી પણ ન ખાતા, ગરુડ પુરાણમાં છે ચેતવણી

Last Updated: 03:46 PM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરુડ પુરાણમાં જીવન વિશેની અમુક બાબત જણાવાઈ છે. જેમાં નીતિશાસ્ત્રનું માર્ગદર્શન પણ અપાયું છે. ગરુડ પુરાણ મુજબ જો તમે અમુક લોકોના ઘરે ભોજન કરો છો તો જીવનમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે.

હિન્દુ ધર્મના ગરુડ પુરાણ નામના ગ્રંથોનું મહત્વ છે. આ ગ્રંથ માત્ર મૃત્યુ બાદના જીવન વિષે જ નથી જણાવતું પણ જીવન જીવવાના યોગ્ય માર્ગો અને નીતિશાસ્ત્રનું માર્ગદર્શન પણ આપે છે. એવામાં શું તમે જાણો છો કે તમે કોની સાથે ખાઓ છો કે કોના ઘરે ખાઓ છો તે તમારા ભાગ્ય અને મનની શાંતિ પર સીધી અસર કરે છે? ગરુડ પુરાણ સ્પષ્ટપણે જણાવે છે કે અમુક લોકોના ઘરે ભોજન કરવાથી તમારી બરબાદી થઈ શકે છે. તો ચાલો એવા 4 લોકો વિષે જાણીએ જેમના ઘરે ખાવાથી મુશ્કેલીઓ આવી શકે છે.

  • વ્યાજખોર

આજે લોન લેવડદેવડ સામાન્ય છે પરંતુ ગરુડ પુરાણ મુજબ કોઈએ ક્યારેય એવા વ્યક્તિના ઘરે ખાવું જોઈએ નહીં જે બીજાની લાચારીનો ઉપયોગ કરે છે અને અતિશય વ્યાજ વસૂલ કરે છે. આવા વ્યક્તિની કમાણીમાં બીજાના દુઃખ અને પીડાનો સમાવેશ થાય છે. તેમનું ભોજન ખાવાથી તમારું મન અશુદ્ધ થાય છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે.

VTV DIGITAL
  • ગુનેગારો કે ખોટા કાર્યોમાં સામેલ લોકો

જો કોઈ ચોરી, છેતરપિંડી એ બીજી કોઈપણ અનૈતિક માધ્યમથી પૈસા કમાય છે તો તેના ઘરનો એક દાણો પણ તમારા સારા કાર્યોનો વીનાશ કરી શકે છે. ખોટા માધ્યમથી મેળવેલી સંપત્તિ પાપી માનવામાં આવે છે. તેમનું ભોજન ખાવાથી વ્યક્તિની બુદ્ધિ બગડે છે અને સામાજિક અપમાનનો સામનો કરવો પડી શકે છે.

  • ચરિત્ર્યહીન કે ક્રૂર સ્વભાવના લોકો

ખરાબ ચારિત્ર્ય ધરાવતા કે બીજાઓ પ્રત્યે દ્વેષ અને ગુસ્સો રાખતા લોકોના ઘરે ખાવાથી માનસિક અશાંતિ આવે છે. ભોજન બનાવનાર વ્યક્તિના વિચારો તેમના ભોજન દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે. જો તે બનાવનાર વ્યક્તિના વિચારો નકારાત્મક હોય તો તે ભોજન તમારા સ્વાસ્થ્ય અને સારા નસીબ બંને માટે હાનિકારક સાબિત થાય છે.

વધુ વાંચો : આ રાશિઓ પર આવશે પૈસાની આંધી, મેની શરુઆતમાં બનશે રુચક રાજયોગ

  • ગંભીર રીતે બીમાર વ્યક્તિઓ

આ બાબત થોડી વિચિત્ર લાગે છે પરંતુ ગરુડ પુરાણમાં લાંબા સમયથી બીમાર વ્યક્તિના ઘરે ખાવાની મનાઈ છે. તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને કારણો છે. જેમાં બીમાર વ્યક્તિના વાતાવરણમાં હાનિકારક બેક્ટેરિયા અને નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. તેમના ઘરે ખાવાથી તમને ઇન્ફેકશન લાગી શકે છે અને તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Garuda Purana Bad Character Usurer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ