Fraud Alert: ગમેતે વેબસાઈટ પરથી ફિલ્મ ડાઉનલોડ કરવી તમને ભારે પડી શકે છે. કોઈ પણ વેબસાઈટ પરથી ફિલ્મ ડાઉનલોડ કરતા 100 વખત વિચારજો નહીં તો એક ભૂલથી બેંક ખાતુ ખાલી થઈ શકે છે.
ક્યારેય ન કરતા આવી ભૂલ
ઓનલાઈન ફિલ્મ ન કરો ડાઉનલોડ
નહીં તો એકાઉન્ટ થઈ શકે છે ખાલી
જો કોઈ નોન ઓફિશ્યલ વેબસાઈટ તમને ફિલ્મ ડાઉનલોડ કરવા માટે એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવા માટે કહે છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ એપ્લીકેશનમાં વાયરસ કે બગ છુપાયેલો હોઈ શકે છે.
ફિલ્મ ડાઉનલોડ કરવી પડી શકે છે મોંઘી
આ વાયરસ કે બગ તમારા સ્માર્ટફોનનો ખાનગી ડેટા હેકર્સ સુધી પહોંચાડી શકે છે. જેના કારણે તમારૂ લોખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એવામાં તમારે કોઈ એવી લિંક પર વિઝિટ કરવાથી બચવું જોઈએ જ્યાં તરત અને મફતમાં ફિલ્મો ડાઉનલોડ થઈ જતી હોય.
તમારે ફિલ્મ ઓફિશ્યલ વેબસાઈટ અને મોબાઈલ એપથી જ ડાઉનલોડ કરવી જોઈએ.