બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / netherlands citizens injured police clash anti lockdown coronavirus restriction rule

ભારે કરી / અહીં રસી ન લેનાર લોકો પર પ્રતિબંધ, ભડકેલા લોકોએ કર્યું હિંસક પ્રદર્શન, 51 ની ધરપકડ

Dharmishtha

Last Updated: 08:11 AM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેધરલેન્ડમાં કોરોના મહામારી સાથે જોડાયેલા નિયમોની યોજનાને વિરોધ કરી રહેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યુ.

  • કોરોનાના નિયમો સામે રોટેરડમમાં શુક્રવારે રાતે હિંસક પ્રદર્શન 
  • હિંસા કાબુમાં લેવા પોલીસે કર્યુ ફાયરિંગ, 2 પ્રદર્શનકારી ઘાયલ
  • પોલીસે 51 લોકોની કરી ધરપકડ

કોરોનાના નિયમો સામે રોટેરડમમાં શુક્રવારે રાતે હિંસક પ્રદર્શન 

રોટેરડમમાં શુક્રવારે રાતે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં અનેક નાગરિકો ઘાયલ થયા. ડચ સિટીમાં  મેયરે આ પ્રદર્શનને હિંસાનું તાંડવ ગણાવ્યું. પોલીસ અનુસાર આ પ્રદર્શનમાં 2 પ્રદર્શનકારી ઘાયલ થયા. જેમને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

સરકારની આ યોજનાના વિરોધમાં લોકો ઉશ્કેરાયા હતા

હકિકતમાં નેધરલેન્ડમાં સરકાર એક કાયદો લગાવવાની યોજના પર વિચાર કરી રહી છે. આમાં જે લોકોનું પૂર્ણ રુપથી રસીકરણ થયું છે અને જે કોરોનાથી સાજા થયા છે તે લોકોને રાહત આપવાની વાત કહેવામાં આવી રહી હતી. બાકીના જે લોકોએ રસી નથી લીધી તેમને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. સરકારની આ યોજનાના વિરોધમાં લોકો ઉશ્કેરાયા હતા.

હિંસાના આરોપમાં 51 લોકોની ધરપકડ

પોલીસે આ હિંસક પ્રદર્શનમાં સામેલ 51 લોકોની ધરપકડ કરી છે. જેમાં 6 સગીર છે. પોલીસે શનિવારે જાણકારી આપતા કહ્યું કે એક પોલીસકર્મીને પગમાં ઈજા થયા બાદ હોસ્પિટલ લઈ જવાયો છે.

મેયર અહમદ અબૂતલેબે પોલીસની કાર્યવાહી પર સ્પષ્ટતા કરી

પ્રદર્શનકારીઓ પર પોલીસની કાર્યવાહી પર સ્પષ્ટતા કરતા મેયર અહમદ અબૂતલેબે શનિવારે સવારે મીડિયાને કહ્યું કે અનેક પ્રસંગ પર પોલીસને પોતાની સુરક્ષા માટે હથિયારોનો ઉપયોગ કરવો પડ્યો છે. આ પ્રદર્શનકારીએ પોર્ટ સિટી, સેન્ટ્રલ શોપિંગ ડિસ્ટ્રિકટ પર પોલીસ પર પથ્થર મારો અને આગ ચંપી કરી હતી. મેયરે જણાવ્યું કે આ દરમિયાન પોલીસે લોકોને ચેતવણી આપતા હવામાં ફાયરિંગ કર્યુ. આ ઘટનામાં કેટલાક પ્રદર્શનકારીઓને ગોળી વાગી અને કેટલાક ઘાયલ થયા. આ મામલામાં પોલીસ વીડિયો ફુટેજની તપાસ કરી અને લોકોની ધરપકડ કરશે. 

આ વર્ષે જાન્યુઆરીમાં પણ થયેલી હિંસા

કોરોના વાયરસના પ્રતિબંધોના વિરોધમાં નેધરલેન્ડમાં આ બીજું હિંસક પ્રદર્શન છે. આની પહેલા જાન્યુઆરીમાં પણ થયેલી હિંસાખોરોએ પોલીસ પર હુમલો કર્યો અને આગની ઘટનાઓને ઓપ આપ્યો હતો. જે બાદ સ્થિતિ પર કાબૂ મેળવવા કર્ફ્યૂ લગાવવો પડ્યો.

 કાયદા મંત્રીએ આ હિંસક પ્રદર્શન અને પોલીસ પર હુમલાની નિંદા કરી 

નેધરલેન્ડના કાયદા મંત્રીએ આ હિંસક પ્રદર્શન અને પોલીસ પર હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે પ્રદર્શન કરવું એ આપણા સમાજના તમામ નાગરિકોનો અધિકારી છે. પરંતુ ગત રાત જે થયું તે ગુનાહિત વર્તન હતું. આને પ્રદર્શન ન કહી શકાય. ઉલ્લેખનીય છે કે કોરોના રેકોર્ડ જનક મામલા આવતા અહીં થોડાક દિવસ પહેલા આંશિક લોકડાઉન લાગૂ કરવમાં આવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ