બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના પાલડીમાં રખડતા શ્વાન મામલે પડોશીઓ વચ્ચે દંગલ, પથ્થરમારો-લાકડીઓ ઉછળતા 3 લોહીલૂહાણ

ક્રાઈમ / અમદાવાદના પાલડીમાં રખડતા શ્વાન મામલે પડોશીઓ વચ્ચે દંગલ, પથ્થરમારો-લાકડીઓ ઉછળતા 3 લોહીલૂહાણ

Nirav Kumar

Last Updated: 12:58 AM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનને મામલે પડોશી-પડોશી વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં એક પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

અમદાવાદથી એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનને લઈને પડોશી-પડોશી વચ્ચે ભયંકર અથડામણ થઇ હતી. આ અથડામણ હિંસક હતી. આ ઝઘડામાં પથ્થરમારો પણ થયો હતો. સાથે લાકડીઓથી પણ મારામારી થઇ હતી. જેમાં એક પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ થઇ હતી.

26 ડિસેમ્બરની રાત્રે થયેલી આ મારપીટનો મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. જેમાં 4 વ્યક્તિઓ સામે ફરિયાદ પણ થઇ છે. પાલડી પોલીસમાં નોંધાયેલી FIR મુજબ, આ ઘટના રાત્રે 10:15 વાગ્યાની આસપાસ હનુમાજી મંદિર પાસેના એક રહેણાક વિસ્તારમાં બની હતી.

જેમાં ફરિયાદી ધુવિલ વાઘેલાનો આરોપ છે કે, તે તેના ઘરની બહાર ઉભો હતો ત્યારે એક રખડતો શ્વાન પરિસરમાં ઘુસ્યો હતો. આ  શ્વાનને ભગાડવા જ્યારે તેને બુમો પાડી ત્યારે પાડોશી અમરત વાઘેલા ગુસ્સે થઈને ફરિયાદ પર લાકડી ઉગામી હતી.

vtv app promotion

ફરિયાદ મુજબ, અમરત વાઘેલાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને લાકડીથી મારવાનો ટ્રાય કર્યો હતો. લાકડીથી બચતા દરમિયાન ફરિયાદીને ડાબી કોણીમાં સામાન્ય ઈજા પણ થઈ હતી. આથી ફરિયાદીના માતા-પિતા પ્રકાશભાઈ અને ગાયત્રીબેન ઘરની બહાર આવી ગયા હતા ત્યારે વિવાદ વધુ વકર્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ ઝઘડામાં અમરતના પુત્રો હિરેન અને કેવલ સાથે તેમની પુત્રી ડિમ્પલ પણ જોડાઈ હતી. જેમાં હિરેને કથિત રીતે ઈંટ મારવાનો ટ્રાય કર્યો હતો ત્યારે ફરિયાદીના વીજળી મીટરને નુકસાન થયું હતું. તો ડિમ્પલ નામની છોકરીએ ગાયત્રીબેનના જમણા પગ પર લાકડી મારી હતી જેથી તેમને સામાન્ય ઈજા થઈ હતી.

વધુ વાંચો : જુહાપુરામાં જમાઈ પર હુમલો, સાળા અને સસરા સહિતના લોકો ડંડા લઇને તૂટી પડ્યાં

પછી પત્થરમારો થયો હતો. આ ફેંકવામાં આવેલી ઈંટો ફરિયાદીના ઘરની છત પર પડી હતી. જ્યારે પોલીસને જાણ કરાઈ ત્યારે હુમલાખોરો ભાગી ગયા હતા. જેથી હવે પાલડી પોલીસે હુમલો, ઇજા પહોંચાડવા અને ગુનાહિત ધાકધમકી આપવા બદલ સંબંધિત કલમો લગાવી FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Violent Injured Neighbors
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ