બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જુહાપુરામાં જમાઈ પર હુમલો, સાળા અને સસરા સહિતના લોકો ડંડા લઇને તૂટી પડ્યાં

અમદાવાદ / જુહાપુરામાં જમાઈ પર હુમલો, સાળા અને સસરા સહિતના લોકો ડંડા લઇને તૂટી પડ્યાં

Vidhata Gothi

Last Updated: 02:59 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં જમાઈ અને સસરા વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. પારિવારિક ઝઘડાને કારણે સસરા અને સાળા સહિતના લોકોએ મળીને જમાઈને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના જુહાપુરા રોડ પર આવેલા અંબર ટાવર નજીક જમાઈ અને સસરા વચ્ચે થયેલા પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, સસરા અને સાળા સહિતના લોકોએ મળીને જમાઈને ઢોરમાર માર્યો. જુહાપુરા રોડ પર જાહેરમાં રસ્તા પર સસરા અને સાળાએ મળીને જમાઈને ડંડા લઈને માર માર્યો.

આ ઘટના અંગે સામે આવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, પારિવારિક ઝઘડાને કારણે સસરાએ જમાઈને માર માર્યો. માહિતી પ્રમાણે, જમાઈ પત્નીને હેરાન કરતો હતો, જેથી સસરાએ જમાઈને ડંડા વડે માર માર્યો. પારિવારિક ઝઘડામાં રસ્તા પર જ હાથે હાથ ઝપાઝપી અને મારામારીની સ્થિતિ ઊભી થઈ હતી.

vtv app promotion

મળતી વિગતો પ્રમાણે, સસરા, સાળા સહિતના લોકો જમાઈ પર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો. પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમાઈ પત્નીને હેરાન કરતો હતો. પત્નીને પરેશાન કરવાની બાબત સામે ગુસ્સામાં આવીને સસરા પક્ષે જમાઈને માર્યો હોવાની પ્રાથમિક વાત બહાર આવી રહી છે.

આ પણ વાંચો: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય, કહ્યું 'બાયકોટ કરાશે'

ત્યારે આ મારામારીની ઘટના પછી જમાઈ અને સસરા બંને પક્ષે સામસામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Ahmedabad Juhapura
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ