બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય, કહ્યું 'બાયકોટ કરાશે'

સરીગામ / વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય, કહ્યું 'બાયકોટ કરાશે'

Vidhata Gothi

Last Updated: 02:18 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના સરીગામે મુસ્લિમ સમાજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૌહત્યામાં જે મુસ્લિમ ઝડપાશે, તેનો સમાજમાંથી બહિષ્કાર કરાશે.

તાજેતરના સમયમાં ગૌહત્યાના જે કિસ્સાઓ સામે આવ્યા છે, તેને લઈને હવે વલસાડના સરીગામમાં મુસ્લિમ સમાજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુસ્લિમ સમાજે લીધેલા નિર્ણય પ્રમાણે, ગૌહત્યામાં જે મુસ્લિમ ઝડપાસે તેનો સમાજમાંથી બહિષ્કાર કરાશે. તાજેતરમાં જ એક ગર્ભવતી ગૌવંશની હત્યા બાદ મુસ્લિમ સમાજ દ્વારા આ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સરીગામમાંથી ગૌવંશ મળ્યા હતા. ત્યારે ગૌ હત્યાને લઈ હિંદુ સંગઠનો અને લોકોમાં રોષ હતો. ગૌહત્યા મામલે વિવાદ વધતાં સરીગામ મુસ્લિમ સમાજે આ મોટો નિર્ણય લીધો છે. મુસ્લિમ સમાજે શુક્રવારે સમાજની એક બેઠક બોલાવી હતી, જેમાં સરીગામે મુસ્લિમ સમાજે નિર્ણય લીધો છે કે જે કોઈ પણ મુસ્લિમની ગૌહત્યાની પ્રવૃતિમાં સંડોવણી હશે, તે દોષિતને મુસ્લિમ સમાજની બહાર કરી દેવામાં આવશે. સમાજ તેનો બહિષ્કાર કરશે.

vtv app promotion

દોષિતોનો મુસ્લિમ સમાજ કરશે બહિષ્કાર

સરીગામે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું- 'અમે આ ઘટનાની આકરી નિંદા કરીએ છીએ. જેથી સરીગામના મુસ્લિમ સમાજે એ નિર્ણય લીધો છે કે, આ પ્રકારની જે પણ ઘટનાઓ ઘટે છે, અને આમાં જે પણ દોષી સાબિત થાય છે તેમનો અમે કાયમ વિરોધ કરતા રહીશું. અમારા હિન્દુ-મુસ્લિમના ભાઇચારાને જે ખતમ કરવાની કોશિશ કરશે તેને અમે ખતમ કરી નાખીશું. મુસ્લિમ સમાજમાં કોઇ પણ દોષી સાબિત થયું તો તેને સમાજમાંથી બાકાત કરાશે, જમાતમાંથી પણ બોયકોટ કરાશે.'

આ પણ વાંચો: આગામી સપ્તાહ ગુજરાતને મળશે નવા DGP, રેસમાં કયા-કયા નામ મોખરે

આ નિર્ણય અંગે સમાજના આગેવાનોનું કહેવું છે કે ગૌહત્યા જેવી પ્રવૃતિથી સમાજની છબી ખરાબ થાય છે, સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે છે. ત્યારે હવે સમાજ પોતાની જવાબદારી નિભાવીને આવી પ્રવૃતિઓ સામે સખત વલણ અપનાવશે. મુસ્લિમ સમાજના આ નિર્ણયની ભારે સરાહના થઈ રહી છે સાથે જ હવે એવી અપેક્ષા પણ વ્યક્ત કરાઇ રહી છે કે આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ, સદભાવ જળવાઈ રહેશે અને કાયદાનું પાલન થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sarigam Muslim community Valsad News Gujarat News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ