બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / આગામી સપ્તાહ ગુજરાતને મળશે નવા DGP, રેસમાં કયા-કયા નામ મોખરે
Last Updated: 01:58 PM, 27 December 2025
Gandhinagar News: રાજ્યના નવા ડીજીપીનું નામ આવતા અઠવાડિયે જાહેર થવાની શક્યતા છે. નવા DGPના નામ સાથેની પેનલ કેન્દ્રમાં મોકલાશે. કેન્દ્ર સરકારની મંજૂરી પછી આવતા અઠવાડિયે નવા DGPનું નામ જાહેર થશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ ડીજીપીની રેસમાં છે. ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ.નિરજા ગોટરુનું નામ પણ પેનલમાં મોકલાયું હોવાનું કહેવાય છે. CID ક્રાઇમના વડા ડૉ.કે.એલ.એન.રાવ ડીજીપી બનવાના મુખ્ય દાવેદાર છે.
ADVERTISEMENT
ગુજરાતના નવા ડિજીપીને લઈ રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે. તેમજ નવા ડીજીપી ના નામ સાથેના પેનલ કેન્દ્રમાં મોકલાશે. વર્તમાન ડીજીપી વિકાસ સહાય 31 ડિસેમ્બરના નિવૃત થઈ રહ્યા છે.

ADVERTISEMENT
આ નામો રેસમાં
જ્યારે સીઆઈડી ક્રાઇમના વડા ડો.કે.એલ.એન રાવ ડિજીપી બનવાના મુખ્ય દાવેદાર મનાય છે. ડો.કે.એલ.એન.રાવ 1993 બેચના આઈપીએસ જે ઓક્ટોબર ૨૦૨૭ માં નિવૃત્ત થશે. તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક પણ ડિજીપી બનવાની રેસમાં છે. જી એસ મલિક 1994 બેચના આઈપીએસ જેઓ નવેમ્બર 2028 માં થઈ નિવૃત્ત રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'તમે રાજા-રજવાડા જુઓ, કોને ક્યાંથી....', ભાવનગરમાં પ્રેમલગ્ન મુદ્દે ભાવિનીબેન જાનીનું મોટું નિવેદન
ADVERTISEMENT
ભરતી બોર્ડના અધ્યક્ષ ડો.નિરજા ગોટરૂનું નામ પણ પેનલમાં મોકલાયું છે. ડો નિરજા ગોટરૂ 1993 બેચના આઈપીએસ જેઓ નવેમ્બર 2029 માં નિવૃત્ત થઈ રહ્યા છે. આ બધામાં ડો.કે.એલ એન.રાવ ડીજીપી બનવાની રેસમાં મોખરે હોવાનું કહેવાય છે. કેન્દ્રમાંથી પસંદગી બાદ સત્તાવાર જાહેરાત આવતા સપ્તાહે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.