બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / neetu Kapoor in koffee with karan season 8 talked about alia and ranbir relationship
ADVERTISEMENT
કૉફી વીથ કરણની 8મી સીઝનનાં લેટેસ્ટ એપિસોડમાં નીતૂ કપૂર આવી હતી. વાતચીત દરમિયાન એક્ટ્રેસ નીતૂએ અનેક ખુલાસાઓ કર્યાં. એવા અનેક મુદાઓ પર ચર્ચા કરી જે જાણીને દર્શકો ચોંકી ઊઠ્યાં. આલિયા-રણબીરનાં સંબંધ પર તેમજ રાહા કપૂર સાથે તેમના મીઠાં અનુભવો તેમણે શૉ પર શેર કર્યાં.
ADVERTISEMENT
રણબીર-આલિયાનાં સંબંધ પર નીતૂ કપૂર
સોશિયલ મીડિયા પર સતત રણબીર કપૂરનાં આલિયા ભટ્ટ સાથેનાં વ્યવહારને ટ્રોલ કરવામાં આવતું હોય છે. આ અંગે જ્યારે નીતૂને પૂછવામાં આવ્યું કે તેઓ કપલને મેરિડલાઈફ માટે શું સલાહ આપવા માંગે છે..ત્યારે નીતૂ કપૂરે કહ્યું કે- કંઈ જ નહીં કારણકે આજની તારીખ અને ઉંમરમાં જેને જે યોગ્ય લાગે તે તેવું કરો. બસ ખુશ રહો! તેમણે કહ્યું કે "દરેક જનરેશન અલગ હોય છે. આપણે જે સમયમાંથી પસાર થયાં છીએ, તેઓ પણ એવું જ કરે એવી આશા રાખી શકાય નહીં. તેમને ખબર છે કે શું કરવાનું છે.."
ADVERTISEMENT
રાહા-દાદીનો સંબંધ
શૉ દરમિયાન નીતૂ કપૂરે રાહા સાથેનાં મીઠડાં અનુભવો શેર કર્યાં. નીતૂએ કહ્યું કે એક દિવસ હું ઘરે ગઈ અને આલિયાએ કહ્યું કે રાહા 'મમ્મા' બોલી. ત્યારે મેં કહ્યું કે "તેણે મમ્મા નહીં પણ મમ-મમ કહ્યું છે તેથી ખુશ ન થા.. "
"આલિયાની માતા સાથે મારી દલીલ થાય છે"
વાતચીત દરમિયાન નીતૂ કપૂરે રાહાની નાની સોની રાઝદાન સાથે થયેલી પ્રેમભરી ખટપટ વિશે વાત કરતાં કહ્યું કે," મારા ઘરે બાળક ઊછરી રહ્યું છે. હું હંમેશા રાહાને 'પપ્પા' બોલવા માટે મદદ કરતી રહું છું. પણ સોની રાહાને 'મમ્મા' બોલવા માટે કહેતી હોય છે." ત્યારે કરણે કહ્યું કે " એટલે કે તમારા વચ્ચે નાની ખટપટ થાય છે..."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.