બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Nayanthara in trouble: after mumbai, now HSP member in madhya pradesh filed FIR Against Annapoorni
ADVERTISEMENT
નયનતારા અને જયની ફિલ્મ અન્નપૂર્ણી હાલમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે પણ આ ફિલ્મને લઈને સતત વિવાદો ચાલી રહ્યાં છે. ફિલ્મ પર હિંદૂ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન રામ સંબંધિત એક વિવાદસ્પદ ટિપ્પણીને ફિલ્મમાં સામેલ કરવામાં આવી છે અને આ જ કારણોસર અન્નપૂર્ણને આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ફિલ્મનાં મેકર્સ અને ડાયરેક્ટર્સની સાથે એકટ્રેસ નયનતારા સહિત સંપૂર્ણ સ્ટાર કાસ્ટની સામે મુંબઈ બાદ હવે મધ્યપ્રદેશનાં જબલપુરમાં પણ FIR નોંધવામાં આવી છે.
FIR lodged at #Jabalpur MP by Hindu sewa Parishad against all the makers of OTT film #ANNAPOORNA due to Hindu hurting sentiments scenes@SureshChavhanke @KapilMishra_IND @kajal_jaihind@aajtak @ZeeNews @News18MP @ABPNews @indiatvnews @htTweets @TimesNow @timesofindia pic.twitter.com/ns9tw7BvLo
— Atul jeswani (@JeswaniAtul) January 9, 2024
ADVERTISEMENT
મુંબઈમાં અન્નપૂર્ણીનાં મેકર્સની સામે FIR
નયનતારા અને જયનાં લીડ રોલવાળી ફિલ્મ અન્નપૂર્ણી-ધ ગોડેસ ઓફ ફૂડ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તેનું ડાયરેક્શન નનીલેશ કૃષ્ણા દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઈમાં ફરિયાદી રમેશ સોલંકીએ એક્સ પ્લેટફોર્મ પર નિવેદન શેર કરતાં લખ્યું કે એક પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહ આપતી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ફિલ્મ અન્નપૂર્ણીએ હિંદૂ ભાવનાઓને દુભાવી છે.
ADVERTISEMENT
જબલપુરમાં પણ FIR
મધ્યપ્રદેશનાં જબલપુરમાં હિંદૂવાદી સંગઠને નયનતારા સહિત 'અન્નપૂર્ણી'ની આખી કાસ્ટની સામે FIR નોંધાવી છે. હિંદૂ સેવા પરિષદનાં અતુલ જેસવાનીએ કહ્યું કે ફિલ્મમાં એવા અનેક સીન છે જે હિંદૂ ધર્મનાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું અપમાન કરે છે. સાથે જ એવી અનેક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે જે હિંદૂ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જેસવાનીએ ફિલ્મમાં લવ જિહાદ દેખાડવાને લઈને પણ આરોપો લગાડ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.