NEET (UG)ની પરીક્ષા દેશભરમાં 12 સપ્ટેમ્બર 2021 ના દિવસે લેવામાં આવશે. NTA દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના પ્રોટોકોલનું પાલન કરીને આ પરીક્ષા લેવામાં આવશે. આ સાથે જ આવેદન ભરવાની શરૂઆત આવતી કાલે સાંજે 5 વાગ્યાથી કરવામાં આવશે. આ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ટ્વિટ પર આ જાણકારી આપવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે કોરોનાના પ્રોટોકોલ મુજબ જે પણ શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેની સંખ્યા વધીને 155થી વધારી 198 કરી દેવામાં આવી છે. NEETની પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા 3862થી પણ વધારવામાં આવશે.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે કોરોનાના પ્રોટોકોલનું પાલન સરખું અને કડક થાય માટે દરેક ઉમેદવારને ફેસ માસ્ક પણ આપવામાં આવશે. એન્ટ્રી અને એક્ઝિટ દરમ્યાનના સ્લોટ, કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સસિંગ સાથે બેઠક વ્યવસ્થામાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.
જો તમે એપ્લિકેશન ફોર્મ કે પછી પરીક્ષાની બીજી માહિતી પણ જાણવા માંગતા હોવ તો NTAની વેબસાઇટ neet.nta.nic.in પર આપવામાં આવશે. જે પણ ઉમેદવાર પરીક્ષા માટેનું ફોર્મ ભરવા માંગે છે તે પણ આ વેબસાઇટ પરથી ભરી શકાશે. એડમિટ કાર્ડ પણ 12 સપ્ટેમ્બર પહેલા જ આપવામાં આવશે. તેની જાણકારી પણ વેબસાઇટ અને બીજા માધ્યમો પર કરવામાં આવશે.