બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અંબાલાલની નવરાત્રી બગાડતી આગાહી, આ ચાર દિવસ કરી વરસાદની ભવિષ્યવાણી
Last Updated: 03:06 PM, 3 October 2024
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રી દરમ્યાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે.
ADVERTISEMENT
નવરાત્રી દરમ્યાન વરસાદની આગાહી
ADVERTISEMENT
રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તો નવરાત્રી દરમિયાન 3થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે..
5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથે સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
વધુ વાંચોઃ શહેરમાં જાણે અસલ્લ ગામડું વસ્યું! અમદાવાદમાં અહીં ગરબા થીમને અપાયો રજવાડી ટચ
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે
5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોબર થી તા. 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT