બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શહેરમાં જાણે અસલ્લ ગામડું વસ્યું! અમદાવાદમાં અહીં ગરબા થીમને અપાયો રજવાડી ટચ
Last Updated: 01:20 PM, 3 October 2024
નવલા નોરતા ની રાત આવી ગઈ છે. ગરબે ઝૂમવા ની રાત આવી ગઈ છે. કે જ્યારે ખેલૈયાઓ ગરબા ના તાલે ઝુમશે. અને તેમાં પણ સરકાર દ્રારા વહેલી સવાર સુધી ગરબા ચાલુ રાખવાની જાહેરાત કરતા સોને પે સુહાગા જેવો ઘાટ ખેલૈયાઓ માટે સર્જાયો છે. કે જ્યાં વહેલી સવાર સુધી ખેલૈયાઓ ગરબે ઝુમી શકશે. અને તેમાં પણ આ વખતે સ્માર્ટ સિટીમાં લોકોને નવરાત્રીમાં ગામડાની યાદ આવી શકે છે. કેમ કે આ વખતે આયોજકો માં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી અને ગામડા અને પૌરાણિક ગરબાની થીમ હોટફેવરીટ જોવા મળી છે. કે જયા શહેરમાં અલગ અલગ સ્થળ પર આ પ્રકારની થીમો ઉભી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આવી જ રીતે જગતપુર ખાતે પટેલ કેફે પાસે ફળિયુ ગામઠી ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં એન્ટ્રી વાંસની ટોપલી થી બનાવાઈ છે. ગ્રાઉન્ડમાં વચ્ચે વડલો બનાવ્યો છે,. તેની ફરતે ખેલૈયા ગરબે ઝુમે. તેમજ ગામડા જેવી ઝુપડી ઉભી કરાશે. જે ગામડાની ઝાંખી પુરી પાડશે, જયા લોકો સેલ્ફી લઈ શકે.
ADVERTISEMENT
તો ઓગણજ સર્કલ નાયરા પેટ્રોલ પંપ પાસે શક્તિ સંધ્યા નામે ગરબાનુ આયોજન કરાયુ છે, જયા પણ ગામડાની થીમ રાખવામાં આવી છે, જયા એન્ટ્રી પોઈન્ટથી લઈને ગ્રાઉન્ડની અંદર ગામડાની ઝુપડી ઉભી કરવા સહિત ગામડાની થીમ રખાઈ છે. જયા ટ્રેડીશનલ ડ્રેસ લોકો આગળના ભાગે જ્યારે અન્ય ડ્રેસ સાથે લોકો પાછળના ભાગે ગરબા ગાઈ શકશે. જયા દિવ્યા ચૌધરી સહિતના કલાકારો રમઝટ બોલાવશે.
તો ઓગણજ સેન્ટોસા ગ્રીન લેન્ડ બંગલો પાસે BNI વિલેજ ગ્રુપ દ્વારા માંડવી થીમ કે જ્યાં બાબુ થીમ પર ગરબાનું આયોજન કરાયુ છે, જયા પણ લોકોને ગામડા જેવો અહેસાસ થશે. કેમ કે ગામડા જેવી થીમ તૈયાર કરાઈ રહી છે, જયા હાલમાં નવા સ્ટેપ્સ વચ્ચે લુપ્ત થઈ રહેલા જુના બે તાળી અને ત્રણ તાળીના ગરબા ઉજાગર કરવા તે ગરબા પણ કરવામાં આવશે. તેમજ શેરી ગરબા પણ કરશે. આયોજકો નુ માનવુ છે કે આ પ્રકારના આયોજનથી નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ લોકોમાં ઉજાગર થશે સાથે પૌરાણિક ગરબા પ્રથાથી પણ લોકો અવગત થશે.જયા પાર્થ ઓઝા સહિત વિવિધ કલાકાર રમઝટ બોલાવશે.
આ સાથે નવરાત્રીમાં વરસાદની આગાહીને જોતા શહેરમાં ડોમ ની અંદર પણ ગરબાનુ આયોજન કરાયુ છે, વૈષ્ણોદેવી પાસે મમતા ફાર્મ પાર્ટી પ્લોટ ખાતે વોટરપ્રુફ ડોમ તૈયાર કરાયો છે. જેથી નવરાત્રીમાં ગરબા વચ્ચે વરસાદ પડે તો ખેલૈયાઓની મજા ન બગડે. તો ગરબાની પૌરાણિક પરંપરા કે જેમાં શેરી ગરબા કે જેમાં લોકો માત્ર ઢોલના એક તાલે જ ગરબા ગાતા અને ગરબે ઝુમતો તે થીમનું પણ શહેરમાં હેબતપુર સાયન્સ સીટી વિસ્તારમાં ઢોલકી ગરબાનું આયોજન કરાયું છે. જે અલગ અલગ થીમ ખેલૈયાઓને આ નવરાત્રીમાં એક અલગ જ અનુભૂતિ કરાવશે.
તો આ વખતે નવરાત્રીમાં ખેલૈયાઓ કોરોના અને તે બાદ ના વર્ષોની તમામ કસર પણ કાઢશે. કેમ કે આ વખતે નવરાત્રિને લઈને સરકાર એ વહેલી સવાર 5 વાગ્યા સુધી એટલે કે પુરી રાત ખેલૈયા ગરબા રમી શકે તેવી છૂટછાટ આપતી જાહેરાત કરી છે. જે જાહેરાતને પગલે ખેલૈયાઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે આ છૂટછાટ સાથે ખેલૈયાઓ અને આયોજકોએ ગાઈડ લાઇન સાથે નવરાત્રી ઉજવવાની રહેશે. જેને પણ ખેલૈયાઓ એ આવકારી છે. સરકારની આ જાહેરાત અંગે vtv ખેલૈયાઓ સાથે વાત કરી તો તેઓ સરકારનો આભાર માન્યો અને કોરોના ની તમામ કસર કાઢવાનું નિવેદન આપ્યું. જોકે સાથે જ આ વર્ષે સરકાર ની છૂટછાટ વચ્ચે વરસાદ ખેલૈયાઓની મજા ન બગાડે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે. કેમ કે નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓ છેલ્લા 3 મહિનાથી તૈયારી કરી રહ્યા છે. તે પછી નવા નવા સ્ટેપ શીખવાની વાત હોય. ખરીદી ની વાત હોય. કોસ્ચ્યુમ બનાવવાની વાત હોય કે નવરાત્રી પર્વની ઉજવણીના આયોજન ની વાત હોય. ત્યારે દરેક ખેલૈયાઓને આશા છે કે કોરોના બાદ તેમની આ નવરાત્રી સુપરડુપર હિટ રહેશે અને તેમની મહેનત વેડફાશે નહિ...
વધુ વાંચોઃ અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ગરબાના મોટા આયોજકોમાં દોડધામ, તંત્રએ હાથ કર્યા અધ્ધર
આજ રીતે અમદાવાદ શહેર સહિત રાજયમાં અલગ અલગ સ્થળ પર ભારતીય સંસ્કૃતિ અને ગામડાના ગરબા ને ઉજાગર કરતી થીમનુ આયોજન કરાયુ છે. જે થીમ હાલ ટ્રેન્ડમાં ચાલી રહી છે. એટલુ જ નહી પણ આ વખતે સમય માં છૂટછાટ સાથે ગાઈડલાઈનનું પાલન પણ સંચાલકો અને ખેલૈયાઓએ કરવાનુ છે, જે અંગે પણ સંચાલકોએ ગાઈડલાઈન ના પાલન કરવાની અને ખેલૈયાઓની સેફ્ટી સાથે તમામ વ્યવસ્થા કરવા ખાતરી આપી. જોકે આ વખતે ખેલૈયાઓ સાથે સંલાલકો આયોજકોને વરસાદની ચિંતા સતાવી રહી છે. ત્યારે આ વખતની નવરાત્રી વગર વિઘ્ને પાર પડે તેવી ખેલૈયાઓ અને ગરબા સંલાલકો આશા રાખીને બેઠા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.