બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ગરબાના મોટા આયોજકોમાં દોડધામ, તંત્રએ હાથ કર્યા અધ્ધર

રમણભમણ / અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ગરબાના મોટા આયોજકોમાં દોડધામ, તંત્રએ હાથ કર્યા અધ્ધર

Last Updated: 11:43 AM, 3 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી નવલા નોરતાનો પ્રારંથ થઈ રહ્યો છે. પરંતું ગરબા આયોજકોને પોલીસ કમિશ્નર ઓફીસ તરફથી હજુ ગરબાની મંજૂરી ન મળતા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ ગાઈડ લાઈન પ્રમાણે તમામ તૈયારીઓ કરી છે. તેમજ ફાયર એનઓસી અને લોકલ મંજૂરી મળી ગઈ છે. પરંતું પોલીસ કમિશ્નર ઓફીસથી મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

પોલીસ કમિશનર ઓફિસથી મંજૂરી બાકી: ગરબા આયોજક

આ બાબતે માંગલ્ય પાર્ટી પ્લોટનાં ગરબા આયોજક મનોજભાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગરબાને લઈ જે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. તે ગાઈડ લાઈન પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લોકલ લેવલે પરમીશન મળી ગઈ છે. જ્યારે પોલીસ કમિશ્નરની પરમીશન આજ બપોર સુધી આવી જશે. તેમજ એવું લાગે છે કે સરકાર આયોજક અને આયોજન કરનારને હેરાન નહી કરે અને ખેલૈયાઓ તેમની મોજમાં મોજ કરી શકે તે રીતની આશા હું જરૂરથી રાખું છું.

29માંથી 9 ગરબા આયોજકોની અરજી મંજૂર થઈ

વડોદરામાં પણ 29 ગરબા આયોજકોએ ફાયર બ્રિગેડ પાસે મંજૂરી માંગી છે. 29 માંથી 9 ગરબા આયોજકોની અરજી મંજૂર થઈ છે. જ્યારે 20 આયોજકોને બપોરે 12 વાગ્યા સુધી જરૂરી દસ્તાવેજ જમા કરાવવા અલ્ટીમેટમ અપાયું છે. તેમજ વડોદરામાં કુલ 60 મોટા ગરબાનું આયોજન થયું છે. હજુ શહેર પોલીસની પરવાનગી મળી છે કે કેમ તેને લઈ અસમંજસ સ્થિતિ સર્જાઈ છે. 26 જેટલા કોમર્શિયલ ગરબા જ્યારે 44 જેટલા મોટા ગરબાનું આયોજન થયું છે.

30 જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજકોને નથી મળી મંજૂરી

રાજકોટમાં શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. 30 જેટલા અર્વાચીન રાસોત્સવનાં આયોજકોને હજુ મંજૂરી મળી નથી. એક પણ આયોજકોને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. ગઈકાલે મોટાભાગનાં આયોજકો દ્વારા લાઈસન્સ વિભાગમાં અરજી કરવામાં આવી છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતી હોવાનાં કારણે ઉચ્ચ અધિકારીઓ રજા ઉપર હતા. આજે બપોર સુધીમાં તેમજ સાંજ સુધીમાં મોટો ભાગનાં આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતા છે. અગ્રિકાંડ બાદ ફાયર વિભાગ તેમજ પોલીસ દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

વધુ વાંચોઃ નવલા નોરતાના પ્રથમ દિવસે શકિતપીઠોમાં માનવ મહેરામણ, અંબાજી, પાવાગઢ હકડે ઠાઠ

અગાસી પર ઊભા કરાયેલા ડોમ નીતિ નિયમોનું વિરુદ્ધ

રાજકોટમાં સ્કૂલ-કોલેજ-હોસ્પિટલમાં ઉભા કરાયેલા ડોમને NOC નહી મળે. 140 જેટલી સ્કૂલ, કોલેજ તેમજ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ડોમને NOC મળશે નહી. અગાસી પર ઊભા કરાયેલા ડોમ નીતિ નિયમો વિરૂદ્ધ છે. તેમજ ઈમ્પેક્ટ ફી ભરી 140 થી વધુ હોસ્પિટલો, કોલેજો, શાળાઓએ બાંધકામને કાયદેસર કરાવ્યું હતું. ઈમ્પેક્ટનો લાભ લેનાર બાંધકામોને NOC ન આપવાનો મનપા દ્વારા નિર્ણય કરાયો છે. ડોમવાળા બાંધકામોને કોર્પોરેશને ગેરકાયદેસર ગણાવ્યા હતા. ગેરકાયદેસર ડોમને લઈ મનપા દ્વારા કાર્યવાહી કરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Garba organizers in trouble Ahmedabad Garba Naratri 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ