બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવલા નોરતાના પ્રથમ દિવસે શકિતપીઠોમાં માનવ મહેરામણ, અંબાજી, પાવાગઢ હકડે ઠાઠ

નવરાત્રી 2024 / નવલા નોરતાના પ્રથમ દિવસે શકિતપીઠોમાં માનવ મહેરામણ, અંબાજી, પાવાગઢ હકડે ઠાઠ

Last Updated: 11:22 AM, 3 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી નવલા નોરતાનો પ્રારંભ થતાની સાથે જ ભક્તો માતાજીનાં દર્શનાર્થે ઉમટ્યા છે. પ્રથમ દિવસે યાત્રાધામ પાવાગઢ તેમજ અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

નવરાત્રીનાં પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજી, બહુચરાજી, ઊંઝા, કાગવડ ખાતે માતાજીનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. નોરતા શરૂ થાય અને શક્તિપીઠ અંબાજીમાં ભક્તો ન ઉમટી પડે એવું તો શક્ય જ નથી. નવરાત્રીના પહેલા દિવસે જ શક્તિપીઠ મા અંબાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બોલ માડી અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પ્રથમ નવરાત્રીમાં અંબાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. માતાજીની એક ઝલક માટે ભક્તો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા. દ્વાર ખુલતા માતાજીનાં દર્શન કરવા ભક્તો દોડ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણહારવામાં આવ્યો હતો. માતાજીની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.

વધુ વાંચોઃ અમદાવાદ મંડળના રેલવે વ્યવહાર પર મોટી અસર, આ ટ્રેનો રદ્દ, 69 ટ્રેન ડાયવર્ટ, જુઓ લિસ્ટ

પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

નવરાત્રીના પહેલા દિવસે જ પાવાગઢમાં માઈ ભક્તોની લાંબી કતાર જોવા મળી. નવરાત્રીને અનુલક્ષીને વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલી ગયા હતા. ભક્તોનો ઉત્સાહ પણ એટલો હતો કે આગલી રાતથી જ સૌ કોઈ પાવાગઢ પહોંચી ગયું હતું. નિજ મંદિરથી દાદરા સુધી ભક્તોનો માનવ મહેરામણ જોઈ શકાતો હતો. મંદિર ટ્રસ્ટે પ્રસાદના વિતરણમાં પણ કોઈ કચાશ ન રહે તેની વ્યવસ્થા કરી છે અને દરરોજ ત્રણ પાળીમાં પ્રસાદ બનાવવાની કામગીરી દિવસ-રાત થઈ રહી છે. એક જ દિવસની અંદર પ્રસાદના 35 થી 40 હજાર પેકેટ બની રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2024 Shaktipeeth Ambaji Pavagadh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ