બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / navratri 2023 healthy navratri fasting tips during pregnancy for durga puja vrat rules

Navratri 2023 / નવરાત્રીમાં વ્રત રાખતી પ્રેગ્નેન્ટ મહિલાઓ જરા આટલું વાંચી લેજો, હેલ્ધી રહેશે માતા અને સંતાન બંનેનું હેલ્થ

Arohi

Last Updated: 10:30 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: નવરાત્રી વખતે ઘણી ગર્ભવતી મહિલાઓ પણ વ્રત કરે છે. પ્રેગ્નેન્સી વખતે વધારે ભૂખ્યુ રહેવું યોગ્ય નથી. એવામાં આ વાતોનું સંપૂર્ણ ધ્યાન રાખો.

  • 15 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે નવરાત્રી 
  • પ્રેગ્નેન્ટ મહિલાઓ આ રીતે કરો વ્રત 
  • હેલ્ધી રહેશે માતા અને સંતાન બંનેનું સ્વાસ્થ્ય

શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીનું સમાપન 23 ઓક્ટોબર નવમીના દિવસે થઈ રહ્યું છે. નવરાત્રીમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. 

આ દિવસોમાં ભક્ત વ્રત કરે છે અને માતા પાસે સુખ-સમૃદ્ધિની કામના કરે છે. નવરાત્રી વખતે ઘણી ગર્ભવતી મહિલાઓ પણ વ્રત કરે છે. પ્રેગ્નેન્સી વખતે વધારે ભૂખ્યું રહેવું યોગ્ય નથી હોતું. એવામાં પ્રેગ્નેન્સીમાં વ્રત કરી રહેલી મહિલાઓને ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ તેના વિશે. 

ગર્ભવતી મહિલાઓ વ્રતમાં આ વાતોનું રાખો ધ્યાન 

  • વ્રત કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો. વ્રત વખતે શરીરમાં વધારે કમજોરી આવી શકે છે. એવામાં જો તમે નવરાત્રીનું વ્રત કરો છો તો ડોક્ટરની સલાહ લો. 
  • વ્રતમાં ફરાળ કરવાનું હોય છે. હવે માર્કેટમાં વ્રતમાં ખાઈ શકાય તેવી ઘણી વસ્તુઓ મળે છે. ગર્ભવતી મહિલાઓને વ્રતમાં વધારે ભૂખ્યા ન રહેવું જોઈએ. થોડી થોડી વારે ફરાળ કરતું રહેવું જોઈએ. 
  • વ્રતમાં વધારે તળેલું ખાવાની જગ્યા પર પૌષ્ટિક વસ્તુઓ ખાઓ. વ્રતમાં બને તેટલું ફળાહાર અને દૂધ વગેરેનું સેવન કરો. 
  • વ્રતમાં વધારેમાં વધારે પાણી પીવો. ડિહાઈડ્રેશનના કારણે તમને કમજોરી આવી શકે છે. તેનાથી બચવા માટે પાણી, નારિયેળ, દૂધ, છાસ અને લસ્સી પીવો. 
  • પ્રેગ્નેન્સીમાં વ્રત વખતે વધારે કામ કરવાથી બચવું જોઈએ. બને તેટલો આરામ કરો. વધારે કામ કરવા અને ઓછુ ખાવાના કારણે કમજોરી આવી જાય છે. 
  • વ્રતમાં મોટાભાગે લોકો વ્રતના ચિપ્સ નમકીન વગેરેનું ખૂબ સેવન કરે છે. એવું ન કરવું જોઈએ. આ વસ્તુઓ ન ખાઓ તેટલું સારૂ છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ