નવરાત્રી અંગે સરકારનું મોટું નિવેદન સામે આવ્યું છે. ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. શેરી ગરબા યોજાશે જ્યારે બની શકે કે 15મી ઓક્ટોબર બાદ મોટા ગરબાને પણ મંજૂરી મળી શકે આ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.
નવરાત્રીને લઇ આપ્યુ મહત્વનુ નિવેદન
DYCM નીતિન પટેલનુ આપ્યુ મહત્વ નિવેદન
સરકારની નવી ગાઈડલાઈ પ્રમાણે 200 લોકો સાથે યોજાઈ શકે છે ગરબા-નીતીન પટેલ
શેરી ગરબાને લઈને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અનલોક 5માં 100 લોકોને ધાર્મિક પ્રસંગો માટે છુટછાટ આપવામાં આવી છે અને 200 લોકોની છૂટ સાથે ગરબા યોજવાની બાબત વિચાર ધીન છે હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતુ. સરકારની નવી ગાઈડલાઈ પ્રમાણે 200 લોકો સાથે ગરબા યોજવાની શક્યાતો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરાકારની અનલોક 5ની ગાઈડલાઈનમાં કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. ત્યાર બાદની નવી ગાઇડલાઇન્સ 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે.