બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / બગદાણા વિવાદના પીડિત નવનીત બાલધીયા જોડાયા કોંગ્રેસમાં જોડાયા, કોળી આગેવાનો પણ પાર્ટીમાં
Last Updated: 06:28 PM, 3 April 2026
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં બગદાણા વિવાદના પીડિત તરીકે ચર્ચામાં આવેલા નવનીત બાલધિયાએ અચાનક રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેમની આ એન્ટ્રીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
નવનીત બાલધિયાએ પોતાની રાજકીય સફરની શરૂઆાત કરી
નવનીત બાલધિયાએ પોતાના રાજકીય સફરની શરૂઆત ભાજપ સાથે જોડાણથી કરી હોવાની ચર્ચા વચ્ચે હવે તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આ પરિવર્તનને ઘણા રાજકીય વિશ્લેષકો “અચાનક અને આશ્ચર્યજનક” ગણાવી રહ્યા છે. ભાજપના માધ્યમથી આગળ વધ્યા બાદ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.
ADVERTISEMENT
બાલધિયાના ઉદય પાછળ સમાજના કેટલાક આગેવાનો અને ખાસ કરીને સોલંકી બંધુઓના સમર્થનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ બગદાણા વિવાદ દરમિયાન ન્યાય અપાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે બાલધિયાને ઓળખ અને સમર્થન મળ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સમગ્ર પ્રકરણમાં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે બાલધિયા પર આરોપ છે કે તેમણે એક તરફ ભાજપની મદદથી પોતાની ઓળખ ઉભી કરી અને બીજી તરફ કોંગ્રેસમાં જઈને વફાદારી દર્શાવી. રાજકીય ભાષામાં આને “દ્વિચારી રણનીતિ” તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
કોળી આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા
ADVERTISEMENT
નવનીત બાલધિયા સાથે અન્ય કેટલાક કોળી આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે. જેનાથી આ સમીકરણને વધુ રાજકીય વજન મળ્યું છે. ખાસ કરીને કોળી સમાજમાં આ પગલાને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
માયાભાઈ આહીરના દીકરી સાથે વિવાદના કારણે ચર્ચામાં આવ્યો
બાલધિયા અગાઉ માયાભાઈ આહીરના દીકરા જયરાજ સાથેના વિવાદને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. જેના કારણે તેમની ઓળખ વધુ વ્યાપક બની હતી. આ વિવાદ પછી તેઓ જાહેર જીવનમાં વધુ સક્રિય બન્યા અને હવે સીધા રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના ખાડિયામાં હિંદુઓની હેરાનગતિ, ભૂષણ ભટ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત
રાજનીતિમાં નવા સમીકરણો ઉભા કરી શકે
આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે. આવનારા સમયમાં બાલધિયાનો પ્રભાવ કેટલો રહેશે અને તેઓ કોંગ્રેસમાં કેટલી અસરકારક ભૂમિકા ભજવી શકશે તે જોવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.