બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ખાડિયામાં હિંદુઓની હેરાનગતિ, ભૂષણ ભટ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત

ફરિયાદ / અમદાવાદના ખાડિયામાં હિંદુઓની હેરાનગતિ, ભૂષણ ભટ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત

Vishal Khamar

Last Updated: 04:28 PM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે Dy.cm ને રજૂઆત કરી છે. જેમાં હિંદુ પરિવારને હેરાન કરાતા હોવાની રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હિંદુ પરિવારોને પોલીસ રક્ષણ આપવાની પણ માંગ કરવામાં આવી છે.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની ફરિયાદો સામે આવી છે, જેના કારણે સ્થાનિક સ્તરે ચિંતા વ્યાપી છે.

ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત

આ મામલે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે રાયખડ વિસ્તારમાં દેવીપ્રસાદ મિલની આસપાસ છેલ્લા લગભગ 100 વર્ષથી વસતા હિંદુ પરિવારોને કેટલાક તત્વો દ્વારા મકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

હિંદુ પરિવારોને પોલીસ રક્ષણ આપવા માંગ કરાઈ

ફરિયાદ મુજબ, કેટલાક લોકો સુપ્રીમ કોર્ટના હુકમનો ખોટો અર્થ કાઢીને રહેવાસીઓને જગ્યા ખાલી કરવા મજબૂર કરી રહ્યા છે. સ્થાનિક પરિવારોનો આક્ષેપ છે કે આ પ્રકારની દબાણની પ્રવૃત્તિઓને કારણે તેઓમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ચૂંટણી સુધી તમામ અસરગ્રસ્ત હિંદુ પરિવારોને પોલીસ રક્ષણ આપવા માટે પણ માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ,જાણો હવામાન વિભાગની આગાહી

બિલ્ડરે મિલ ખરીદતા આ જગ્યા પર કબજો કરવા માગે છેઃ સ્થાનિક

પ્રસાદ મિલના રહીશોએ પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે, ગઈકાલે પોલીસ સાથે અમારા બાકીના મકાનો તોડવા આવ્યા હતા. પોલીસ પ્રોટેક્શન ચકરા દૂર કરવા માંગે છે અને તેનો ઉપયોગ તોડવા માટે કરવાના હતા. આઝાદી પહેલાથી અહીં રહીએ છીએ. શાન ઝવેરી બિલ્ડરે મિલ ખરીદતા આ જગ્યા પર કબજો કરવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Former MLA Bhushan Bhatt Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ