બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ,જાણો હવામાન વિભાગની આગાહી

વરસાદી માહોલ / ગુજરાતમાં 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ,જાણો હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 03:56 PM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

પોરબંદર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિં સેવી રહ્યા છે.

ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો શરૂ

જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

જામખંભાળિયા શહેરમાં મુશળધાર વરસાદ

દ્વારકાના જામખંભાળિયા શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભરઉનાળે દ્વારકામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદને પગલે રામનાથ સોસાયટીમાં પાણી ભરાયા હતા. મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

ભર ઉનાળે વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં ચિંતા

જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરના લાલબંગલા, વિક્ટોરિયા પુલ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પંચેશ્વર ટાવર, સાત રસ્તા, પટેલ કોલોની રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ભરઉનાળે વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.

મુંદ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યું માવઠું

કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા. મુંદ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું હતું. ગાંધીધામ અને અંજારમાં પણ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા હતા. વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાન થવાની ભીંતી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના સોલામાં ટાટા હેરિયર કારમાંથી શેર બજારના કારોબારી હર્ષદ પ્રજાપતિની લાશ મળી,બન્યું આઘાતજનક

કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં ઝાપટાં

દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં ઝાપટાં પડ્યા હતા. ભાટીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. કુદરતી માવઠાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કલ્યાણપુર તાલુકામાં આવેલ પિંડારા ગામે શિવકથામાં વિરામ આપ્યો હતો. ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unseasonal rain Porbandar news Porbandar
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ