ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના સોલામાં ટાટા હેરિયર કારમાંથી શેર બજારના કારોબારી હર્ષદ પ્રજાપતિની લાશ મળી,બન્યું આઘાતજનક

દુર્ઘટના / અમદાવાદના સોલામાં ટાટા હેરિયર કારમાંથી શેર બજારના કારોબારી હર્ષદ પ્રજાપતિની લાશ મળી,બન્યું આઘાતજનક

Published By: Priyankka Triveddi

Last Updated: 03:07 PM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સોલા વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. કાર માંથી લાશ મળી આવતા સમગ વિસ્તારમાં ચકચાર મચી છે.

ADVERTISEMENT

Sola Police News: સોલા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડ્રાઈવિંગ સીટ પર સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ વ્યક્તિ મૃત વ્યક્તિ મળી આવી હતી જેમની ઓળખ શેર બજારના કારોબારો હર્ષદ પ્રજાપતિ તરીકે થઈ છે. અને આ માહિતી મળતા જ સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં ગત સાંજે એક દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં સાયન્સ સિટી નજીક રોડની સાઈડમાં પાર્ક કરેલી કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ 45 વર્ષીય હર્ષદ પટેલ (પ્રજાપતિ) તરીકે થઈ છે. જે મૂળ શેલા ગામના રહેવાસી હતા અને લોગાર્ડન નજીક રહેતા હતા. તેઓ પોતાના ઘરેથી નીકળ્યા બાદ સોલા વિસ્તારમાં કાર પાર્ક કરી હતી. જ્યાં તેઓ ડ્રાઈવિંગ સીટ પર સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ નિશ્ચેત મળી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ગુરુવારે (2 એપ્રિલ) સાંજના સમયે એક રાહદારીએ કાર લાંબા સમયથી ઊભી હોવાની અને ચાલક બેભાન હાલતમાં હોવાની જાણ સોલા પોલીસને કરી હતી. જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. કારની અંદર તપાસ કરતાં વ્યક્તિ નિશ્ચેત હાલતમાં જોવા મળ્યા હતા. બાદમાં 108 ઈમરજન્સી સેવા ટીમને બોલાવવામાં આવી હતી, જેમણે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 એપ્રિલથી શરુ થતી વસતિ ગણતરી પાછી ઠેલાઈ, જાણો હવે ક્યારે?

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન મળ્યા નથી. આથી પ્રાથમિક રીતે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને સોલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Incident Sola police Heart Attack Death

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ