ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 5 એપ્રિલથી શરુ થતી વસતિ ગણતરી પાછી ઠેલાઈ, જાણો હવે ક્યારે?
Last Updated: 02:40 PM, 3 April 2026
ADVERTISEMENT
Census Gujarat: ગુજરાતમાં આવતીકાલ એટલે કે 5 એપ્રિલથી શરૂ થનારી ગણતરી હાલ માટે અટકાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ નવી તારીખો ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર થશે.
ADVERTISEMENT
ગાંધીનગરથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી હાલ મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પહેલાં આયોજન મુજબ 5 એપ્રિલથી ઓનલાઈન વસ્તી ગણતરી શરૂ થવાની હતી અને 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગ તેમજ ઘર-ઘરે જઈને ગણતરી કરવાની પ્રક્રિયા શરૂ થવાની હતી. જે 19 મે સુધી ચાલુ રહેવાની હતી. જોકે હવે ચૂંટણીને કારણે આ સમગ્ર કાર્યક્રમને થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવી તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરીથી સમયપત્રક જાહેર કરાશે. ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ નજીક હોવાથી આ નિર્ણય વધુ જરૂરી બન્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં 16 વર્ષ બાદ થનારી આ વસ્તી ગણતરી ‘Census 2027’ના ભાગરૂપે કરવામાં આવી રહી છે. દેશની આ 16મી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સત્તાવાર રીતે શરૂ થયો છે. જેમાં ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (HLO)’નો સમાવેશ થાય છે. આ તબક્કો સપ્ટેમ્બર 2026 સુધી ચાલવાનો છે. ખાસ વાત એ છે કે આ વખતે દેશની પહેલી સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી થશે. પરંપરાગત ફોર્મની જગ્યાએ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. નાગરિકો માટે ‘સેલ્ફ-એન્યુમરેશન’ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જેમાં તેઓ પોતે ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાની માહિતી ભરી શકશે. દરેક રાજ્યને આ માટે 15 દિવસનો સમય આપવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોને કુલ 33 અલગ-અલગ સવાલો પૂછવામાં આવશે. સાથે જ દરેક ઘરની ચોક્કસ ઓળખ માટે ‘જિયો-મેપિંગ’ પણ કરવામાં આવશે. જેમાં ડિજિટલ નકશાનો ઉપયોગ થશે જેથી કોઈપણ ઘર નોંધણી વગરનું રહી ન જાય. હાલ દેશના અન્ય રાજ્યો જેમ કે બંગાળ, આસામ, કર્ણાટક અને કેરળમાં પણ ચૂંટણીને કારણે વસ્તી ગણતરીનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં પણ ગણતરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યના લોકો અને પ્રશાસન બંને નવી તારીખોની રાહ જોઈ રહ્યા છે. જે ચૂંટણી બાદ જાહેર થવાની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT