ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર: લસણ અને કેસર કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં
Last Updated: 02:04 PM, 3 April 2026
ADVERTISEMENT
Gir Somnath News: ગીર સોમનાથમાં અચાનક આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતાં નુકસાનની ભીતિ ઊભી થઈ છે.
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો પર આફત લાવી છે. તાલાળા ગીરના જાવંત્રી, પાણી કોઠા, લીમધ્રા, મંડોરણા, અકોલવાડી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતીને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને જાવંત્રી ગામના એક ખેડૂતનો 10 વીઘા જેટલો લસણનો પાક બરબાદ થઈ ગયો છે. ભારે પવન અને વરસાદને કારણે લસણ પલળી જતાં પાક નાશ પામ્યો છે. પવનના ઝાપટામાં તાડપતરી ઉડી જતાં ખેડૂતો પાકને બચાવી શક્યા નથી. ખેડૂતોની પાંચ મહિનાની મહેનત પર પાણી ફરી વળતાં “મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો” જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સવની, ઈશ્વરિયા, મંડોર અને દેવળી ગામોમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Gir Somnath : ગીર સોમનાથમાં હવામાન પલટો આવતા ખેડૂતોને હાલાકી | VTV Digital#GirSomnath #MangoCrop #KesarMango #UnseasonalRain #FarmersLoss #WeatherImpact #GujaratNews #AgricultureNews #VTVNews #VTVDigital pic.twitter.com/99jW63uufA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 3, 2026
ADVERTISEMENT
કમોસમી વરસાદે કેસર કેરી પકવતા ખેડૂતોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે પડેલા વરસાદ અને ભારે પવનને કારણે પંડવા ગામમાં કેરીઓ ઝાડ પરથી ખરી પડી છે. નાની કેરીઓ (ખાખડી) પડતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કેરી પકવતા ખેડૂતો અને ઈજારદારો માટે આ પરિસ્થિતિ ગંભીર બની છે. કેરીનો પાક તૈયાર થવાના સમયે આ પ્રકારનું માવઠું આવતાં ઉત્પાદન અને આવક બંને પર અસર પડી શકે છે. ખેડૂતોને હવે બજારમાં યોગ્ય ભાવ મળશે કે નહીં તેની પણ ચિંતા સતાવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેનો વધુ અસર જોવા મળી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વેરાવળમાં પોણો ઈંચ અને ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ 20 મીમી સુધી વરસાદ નોંધાયો છે. જામ ખંભાળિયામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને માર્ગો નદી સમાન બની ગયા હતાં. રામનાથ સોસાયટી પાસે પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદે ખેતી સાથે સાથે જનજીવનને પણ અસર કરી છે, અને ખેડૂતો માટે આ પરિસ્થિતિ ગંભીર ચિંતા બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT