ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવામાનમાં મોટા ફેરફારની શક્યતા, રાજ્યમાં વરસાદ સાથે પવનની આગાહી
Last Updated: 12:43 PM, 3 April 2026
ADVERTISEMENT
Ambalal Patel Weather Forecast: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. દ્વારકાના કલ્યાણપુરમાં આશરે 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પાટણ-વેરાવળ વિસ્તારમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે ખંભાળીયામાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ઓખામાં 7 મીમી અને કચ્છના મુંદ્રામાં 5 મીમી વરસાદ નોંધાયો છે. ભાણવડમાં 2 મીમી અને તાલાળામાં 1 મીમી વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ADVERTISEMENT
રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી#GujaratWeather #HeavyRain #StrongWinds #WeatherForecast #AmbalalPatel #VTVNews #StormAlert #RainAlert #WeatherUpdate #VTVDigital pic.twitter.com/03EPcxUYea
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 3, 2026
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ જામનગર, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેનાથી બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ છે. કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ,
40 થી 50 કિમીની ઝડપથી પવનની શક્યતા છે અને જેના લીધે બાગાયતી પાકોને નુકસાન થવાની શકયતા છે. આ ઉપરાંત પરી મોન્સુન વરસાદની પણ શકયતા રહેલી છે. જેમાં જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ અને પોરબંદરમાં પરી મોન્સુન એક્વિટીનો વરસાદ થવાની શક્યતા રહેલી છે. ગાજવીજ સાથે કરાની પણ શક્યતા રહેલી છે. આવતીકાલ એટલે કે 4 તારીખ સુધીમાં પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. 8 થી 12 તારીખ વચ્ચે બીજો પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે.
ADVERTISEMENT
દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ, કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન#DwarkaWeather #UnseasonalRain #CropDamage #GujaratFarmers #WeatherAlert #AgricultureNews #HeavyRainGujarat #FarmersAlert #BreakingNewsGujarat #ClimateImpact #VTVDigital pic.twitter.com/qemfXRlGfu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 3, 2026
આ ઉપરાંત પંચમહાલ અને વડોદરાના બોડેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. તેમના મુજબ જો ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. 8 થી 12 એપ્રિલ વચ્ચે બીજો પશ્ચિમી વિક્ષેપ આવતાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
Dwarka News: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ | VTV Digital#DwarkaRain #WeatherAlert #UnseasonalRain #FarmersConcern #CropDamage #GujaratWeather #VTVnews #SummerRain #AgricultureNews #BreakingNews pic.twitter.com/2sCQKG3iRN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 3, 2026
તેમણે વધુમાં જણાવ્યું છે કે 20 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 26 એપ્રિલ બાદ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે મે મહિનાની શરૂઆતમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી કારણે તાપમાનમાં વધઘટ થતી રહેશે. સાથે જ અરબ સાગરમાં ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જે મે મહિનાની શરૂઆતમાં અથવા 17 મે આસપાસ વધુ સક્રિય બની શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દ્વારકામાં સૂર્યની આસપાસ દેખાતા પરિવેશને પણ નિષ્ણાંતે હવામાન પરિવર્તનનો સંકેત ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે સૂર્યની આસપાસ આવા કુંડાળા દેખાય તો ભારે પવન અને વંટોળની શક્યતા રહે છે. ચોમાસા દરમિયાન સૂર્ય અથવા ચંદ્રની આસપાસ લાલ પરિવેશ દેખાય તો તે અતિભારે વરસાદના સંકેત તરીકે માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT