ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પેટ્રોલ, ડીઝલ બાદ હવે ફરી મોંઘું થયું CNG! 1.50 રૂપિયાનો ઝીંકાયો વધારો

અમદાવાદ / પેટ્રોલ, ડીઝલ બાદ હવે ફરી મોંઘું થયું CNG! 1.50 રૂપિયાનો ઝીંકાયો વધારો

Published By: Priyankka Triveddi

Last Updated: 09:06 AM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વાહનચાલકોને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. પેટ્રોલ, ડીઝલ પછી હવે CNGના ભાવમાં સતત વધારા બાદ સામાન્ય લોકોમાં ચિંતા વધી છે.

ADVERTISEMENT

CNG Price Hike: અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. આ વખતે પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદમાં CNGનો નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. નોંધનીય છે કે 2026ની શરૂઆતમાં 1.21 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજો વધારો છે. અગાઉ 7 ફેબ્રુઆરીએ 50 પૈસાનો વધારો થયો હતો. જ્યારે હવે 2 એપ્રિલે મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ છેલ્લા ત્રણ વધારા બાદ CNGનો ભાવ કુલ 2.60 રૂપિયા જેટલો વધી ગયો છે.

2025 અને 2026માં ભાવમાં સતત ફેરફાર

જો આપણે છેલ્લા સમયગાળાને ધ્યાનમાં રાખીએ તો 2025માં પણ CNGના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે કુલ 3.40 રૂપિયા જેટલો ભાવ વધ્યો હતો. જોકે 1 જાન્યુઆરી 2026ના રોજ અદાણી દ્વારા 1.21 રૂપિયાનો ઘટાડો કરીને ભાવ 81.17 રૂપિયા સુધી લાવવામાં આવ્યો હતો. પરંતુ આ રાહત લાંબા સમય સુધી રહી નહોતી. 23 જાન્યુઆરીએ ફરી 60 પૈસાનો વધારો કરીને ભાવ 81.77 રૂપિયા થયો. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ 50 પૈસાનો વધારો થતાં ભાવ 82.27 રૂપિયા પહોંચ્યો અને હવે તાજા વધારા બાદ 83.77 રૂપિયા થયો છે.

અગાઉના વર્ષોમાં પણ વધારો

અદાણી CNG દ્વારા 2023માં અનેક વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ખાસ કરીને રિક્ષાચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મુદ્દે સરકાર સુધી પણ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે 2024માં 2023ની સરખામણીમાં ઓછા વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. 2024માં છેલ્લો વધારો 3 ડિસેમ્બરે થયો હતો. ત્યારબાદ 2025ની શરૂઆતમાં ફરી ભાવ વધારો શરૂ થયો. જેમાં જાન્યુઆરીમાં 1.50 રૂપિયા, માર્ચમાં 50 પૈસા, એપ્રિલમાં 40 પૈસા અને ઓગસ્ટમાં 1 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો: અસલાલીમાં પરણિતાનો ઝેરી દવા પીને આપઘાત, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

સામાન્ય લોકો પર વધતો ભાર

CNGના ભાવમાં થતા આ સતત ફેરફારોનો સીધો અસર રિક્ષાચાલકો અને સામાન્ય વાહનચાલકો પર પડી રહ્યો છે. ખાસ કરીને ઓટો રિક્ષા ચાલકો માટે ખર્ચ વધતા આવક પર અસર થઈ રહી છે. 2026ની શરૂઆતમાં મળેલી રાહત હવે ફરી વધી રહેલા ભાવોથી ખતમ થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે જો આ રીતે ભાવ વધતા રહેશે તો મુસાફરી ખર્ચમાં વધારો થશે અને સામાન્ય લોકોની ખિસ્સા પર વધુ ભાર પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CNG ભાવ વધારો Ahmedabad CNG rate CNG price hike

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ