ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અસલાલીમાં પરણિતાનો ઝેરી દવા પીને આપઘાત, તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Last Updated: 10:15 PM, 2 April 2026
ADVERTISEMENT
અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાએ આપઘાત કર્યો હતો. 39 વર્ષીય મહિલા ઉર્મિલા બેલદારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની જાણ મહિલાના પરિવારજનોને થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઉર્મિલાબેનનું મોત થયું હતું.
ADVERTISEMENT

મુસ્તફા શેખે હાર ગીરવે મૂકી દીધો હતો
ADVERTISEMENT
અસલાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કેસની તપાસ શરૂ કરી છે. કેસની તપાસ દરમ્યાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. મૃતક મહિલાબેને લગ્નમાં પહેરવા માટે નાની બહેન પાસેથી સોનાનો હાર લીધો હતો. હાર પ્રેમી સમીર ઉર્ફે ગુડ્ડુ શેખને આપ્યો હતો. સોનાનો હાર સમીરે તેના ભાઈ મુસ્તફા શેખને આપ્યો હતો. મુસ્તફા શેખે હાર ગીરવે મુકી દીધો હતો.

ADVERTISEMENT
મૃતક ઉર્મિલાબેનના સમીર સાથે પ્રેમ સંબંધ હતો
બહેન ગાયત્રીએ હાર અંગે ઉર્મિલાને પૂછપરછ કરી હતી. હારની ઉઘરાણીને લઈને ઉર્મિલાને તેના સાસુ અને પતિએ માર માર્યો હતો. માર અને ત્રાસથી કંટાળીને ઉર્મિલાબેને આપઘાત કર્યો હતો. મૃતક મહિલાબેનને સમીર સાથે પ્રેમ સબંધ હતો. બંને નિયમિત મોબાઈલમાં વાતચીત કરતા હતા. છેલ્લા 3-4 વર્ષથી બંને પ્રેમ સબંધમાં હોવાનું પોલીસે જણાવ્યું છે. ઉર્મિલાબેને પ્રેમી સમીરને પ્રેમ સબંધમાં હાર આપ્યો હતો. સમીરે હાર ગીરવે મુકી પૈસા વાપરી ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જામનગરમાં ACB ની કાર્યવાહી, ₹4.52 લાખની લાંચ લેતા મદદનીશ ઈજનેર ઝડપાયા
પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી
ADVERTISEMENT
સમીરે હાર પરત ન આપ્યો અને પૈસા પણ પરત આપ્યા ન હતી. પોલીસે સમીર ઉર્ફે ગુડ્ડુ શેખ, મુસ્તફા શેખ, પતિ અમિત બેલદાર અને સાસુ મંજુલા ઉર્ફે ટીના બેલદારની ધરપકડ કરી છે. અસલાલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કેસની વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT