ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં ACB ની કાર્યવાહી, ₹4.52 લાખની લાંચ લેતા મદદનીશ ઈજનેર ઝડપાયા
Last Updated: 09:10 PM, 2 April 2026
ADVERTISEMENT
જામનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મદદનીશ ઈજનેરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. વિજયકુમાર મીના નામના આ અધિકારીને ₹4 લાખ 52 હજારની લાંચ લેતા ઝડપવામાં આવ્યા છે, જે ઘટના રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચાર પર ફરી એકવાર સવાલો ઊભા કરે છે.
ADVERTISEMENT

માહિતી મુજબ, આરોપી ઈજનેરે ઈલેક્ટ્રિક કામગીરીના બિલ મંજૂર કરવા માટે ફરિયાદીના મિત્ર પાસેથી મોટી રકમની લાંચ માગી હતી. ફરિયાદી તરફથી લાંચ આપવાનો ઇનકાર થતાં સમગ્ર મામલો ACB સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ACBએ યોજનાબદ્ધ રીતે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી.
ADVERTISEMENT

આ ઓપરેશન દરમિયાન જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ નજીક આરોપી અધિકારી લાંચની રકમ સ્વીકારતા જ ઝડપાઈ ગયા હતા. ACB અધિકારીઓએ તરત જ તેમને કસ્ટડીમાં લઈ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 15 મે થી અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ, મુસાફરીનો સમય ઘટી ત્રણ કલાક થશે
આ ઘટના રાજ્યમાં સરકારી તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારની ગંભીરતા દર્શાવે છે. સામાન્ય નાગરિકોને પોતાના હકના કામ માટે પણ લાંચ આપવાની ફરજ પડે છે તે ચિંતાજનક છે. ACBએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ સરકારી અધિકારી લાંચ માંગે તો તરત જ ફરિયાદ નોંધાવી, જેથી આવા ભ્રષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી થઈ શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT